Ticker

6/recent/ticker-posts

વારંવાર ખાવાનું મન થાય તેવી ઘરે જ બનાવો કાચા કેળા ની કટલેસ


બ્રેકફાસ્ટ કે હળવા ડિનરમાં કઈંક નવું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા હોય તો એકવાર ટ્રાય કરો કાચા કેળાની કટલેટ. બનાવવામાં વધારે સમય નહીં લાગે અને નાનાંથી મોટાં બધાંને બહું ભાવશે. તો નોંધી લો રેસિપિ અને તમે પણ ટ્રાય કરો આજે જ.

કાચા કેળાની કટલેટ

સામગ્રી


  • ચારસો ગ્રામ કાચા કેળાં
  • ચાર નંગ બટાકા
  • ત્રણ ટીસ્પૂન કોર્નફ્લોર કે શિંગોડાનો લોટ
  • મીઠું કે સિંધવ સ્વાદ અનુસાર
  • બે નંગ બારીક સુધારેલા લીલા મરચાં
  • એક ઇંચનો ટુકડો આદુ છીણેલું
  • પા ચમચી મરી પાવડર
  • એક ટીસ્પૂન કોથમીર
  • તેલ તળવા માટે


નોંધ: જ્યારે તમે કેળાં કે બટાકાની કટલેસ બનાવો છો ત્યારે બટાકાને બાફ્યા બાદ તરત ઉપયોગમાં ન લો. તેને એક કલાક ફ્રિઝમાં મૂકી રાખો. આમ કરવાથી કટલેસ સારી બને છે.

રીત

કેળાંને સારી રીતે ધોઇ લો અને બંને તરફનાં ડીટાં કાઢી લો. કેળાને કુકરમાં એક અલગ વાસણમાં મૂકી વરાળમાં ચઢવો. જો તમે માઇક્રોવેવનો પ્રયોગ કરો છો તો તમે ચાર મિનિટ સુધી તેને તેમાં રાખો.

હવે કેળાંની ઉપરનું છોડું કાઢો અને કેળાંને મેશ કરી લો. બટાકાને છોલી લો અને સાથે તેને પણ મેશ કરી લો. એક મોટા વાસણમાં આ બંને મેશ કરેલી વસ્તુઓ, મરી, મીઠું, કોથમીરને મિક્સ કરો અને લોટ જેવું ઘટ્ટ બનાવી લો.

નોનસ્ટિક કડાઇમાં એક ટીસ્પૂન તેલ ગરમ કરો અને સાથે થોડું મિશ્રણ હાથથી કાઢીને તેને ગોળ બનાવી લો. હથેળીથી તેને દબાવો અને ચપટું કરી લો. ચાર-પાંચ કટલેસ બનાવો. તેને કડાઇમાં શેકવા મૂકો.

બંને બાજુ પલટીને ધીમા ગેસ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેને પ્લેટમાં કાઢી લો. તૈયાર છે કેળાંની કટલેસ.જો તમે તળેલી કટલેસ બનાવવા ઇચ્છો તો તમે એક કડાઇમાં તેલ ગરમ કરો અને પહેલા બનાવેલી કટલેસની ટિક્કીને શિંગોડાના લોટમાં ભેળવીને ડીપ ફ્રાય કરો.

તે બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળો અને પેપર નેપકિન પર મૂકો જેથી તેનું વધારાનું તેલ શોષાઇ જાય. તૈયાર છે આ ગરમાગરમ અને ટેસ્ટી કટલેસ.

સર્વ કરો દહીં, ચટણી કે ગરમાગરમ ચા સાથે.

Post a comment

0 Comments