Ticker

6/recent/ticker-posts

ખુશી ના બે પળ : જયારે કામ થી થાકીને ઘરે આવ્યો...


આજે ઓફિસ માં થોડું વધારેજ કામ હતું. વર્ક લોડ ના કારણે આજે બોસ પણ થોડા તણાવ માં હતા. પ્રાઇવેટ જોબ નું ટેંશનજ એટલું હોય છે કે બધાજ પોતાના જુનિયર પર ગુસ્સો કરીને પોતાનું દિલ હળવું કરી લેઇ છે.

મુંબઈ જેવા શહેર માં આમ પણ જિંદગી થોડી મુશ્કેલ થઇ જાય છે. થોડી વધુ ગરમી અને ભાગી રહેલી લોકલ, અહીં બધા ને ક્યાંક ને ક્યાંક પહોંચવાની જલ્દી હોય છે. કોઈ ની પાસે સમય નથી હોતો.

રોહિત સવારથી ત્રણ મિટિંગ કરી ચુક્યો હતો. આજે લંચ પણ ઠીક રીતે કર્યો ન હતો. એક જુનિયર રજા પર હતો એટલા માટે કામ પણ વધુ હતું. તુષાર નવો હતો ઓફિસ માં, એમબીએ પછી પહેલી નોકરી અને જીરો એક્સપીરિન્સ.

રોહિત ઘણી કોશિશ કરતો શીખવાડવાની, કામ, ઓફિસ ની રીતો, મેલ ડ્રાફટીંગ પરંતુ તુષાર રોજે એક નવી ભૂલ કરીજ દેતો હતો. પરંતુ તે દિવસે તુષાર એ એક ખોટો મેઈલ કરીને ખુબજ મોટી ભૂલ કરી હતી.

રોહિતને આજે ઘરે જવાની ઉતાવળ હતી. પત્ની ને સવારે તાવ હતો અને તે વારંવાર મેસેજ કરીને પૂછતી હતી કે ક્યારે નીકળશો? એક વર્ષ નો નાનો નટખટ આરવ ને એકલા હાથે સાંભળવો થોડો મુશ્કેલ હતો. આ બધુજ વિચારવાનો સમયજ ન હતો હવે તો ઉભુજ રહેવું પડે તેમ હતું.

મન ને શાંત કરીને રોહિતે કામ કરવાનું શરુ કર્યું. કામ પૂરું કર્યું અને ઘડિયાર માં જોયું તો 10 વાગી ચુક્યા હતા. થાક થી પગ દુઃખી રહ્યા હતા. જેમ તેમ કરીને સ્ટેશન પહોંચ્યો અને સામે પડેલી ટ્રેન ની ભીડ જોઈને વિચાર આવ્યો કે બીજી ટ્રેનમાં જઈશ આરામ થી બેસીને પરંતુ ત્યારેજ પત્ની નો તાવ યાદ આવ્યો. ભાગતા ટ્રેન પકડી અને બધાજ રસ્તા ગેટ પર લટકતા.

એક કલાક સુધી હાથ થી હેન્ડલ પકડીને હવે તો પગ સાથે હાથ માં પણ દુખાવો શરુ થઇ ચુક્યો હતો. સ્ટેશન થી શેરિંગ રીક્ષા કરીને ઘરે પહોંચ્યો. મન માંજ વિચાર કરતો રહ્યો કે આજે પત્ની નારાજ હશે અને તેને માનવી પડશે.

ડોરબેલ વગાડતા ની સાથેજ તેને દરવાજો ખોલ્યો જાણે તે દરવાજા પરજ રાહ જોઈ રહી હોઈ. આંખો માં આંસુ અને ચહેરા પર મીઠી મુસ્કાન સાથે તે ગળે લાગી ગઈ.

હાથ પકડીને સોફા પર બેસાડ્યો અને જગ માંથી પાણી ભરતા બોલી - આજ આરવ એ પહેલી વાર પાપા કહ્યું અને પોતાના ફોન માં રિકોર્ડ થયેલ આવજ સંભળાવ્યો. દિવસ ભર નો થાક એક પળ માંજ ગાયબ થઇ ગયો.

તે ઉભી થઇ ને ખાવાનું ગરમ કરવા ચાલી ગઈ અને હું વિચારતો રહ્યો કે ખુશી ના આ બે પળ માટે આટલી તો મહેનત કરવીજ પડશે.

Post a comment

0 Comments