Ticker

6/recent/ticker-posts

આ રીતે બનાવો લાલ મરચાનું અથાણું, રોટલી સાથે ખાવામાં પણ પડી જશે મજા


અથાણું એક એવી વાનગી છે જેને દરેક લોકો ભોજન સાથે ખાય છે. ખાસ કરીને તમે દરેક પ્રકારના અથાણા બનાવીને ટ્રાય કર્યા છે પરંતુ શુ તમે ક્યારેય બનારસી લાલ મરચાનું અથાણું ટ્રાય કર્યું છે તો બનાવો ઘરે સહેલાઇથી.. જે મિનિટોમાં બની જશે અને ખાવામાં પણ પડી જશે મજા. નોંધી લો આ સરળ રેસિપી ને..

સામગ્રી

12-15 નંગ - લાલ મરચા
1 કપ - સરસિયું
1/2 ચમચી - હિંગ
1/2 કપ - રાય પાઉડર
1/2 કપ - મેથી દાણા
2 ચમચી - વરિયાળી
1/2 કપ - મીઠું
1/2 કપ - આમચૂર
1 ચમચી - હળદર

બનાવવાની રીત

સૌ પ્રથમ લાલ મરચા લઇને તેની દાંડી નીકાળીને તેમા ચીરા કરીને તેના બીજ નીકાળી લો અને મસાલો તૈયાર કરો. હવે એક પેનમા સરસિયાનું તેલ ઉમેરીને ત્યાં સુધી તેલ ગરમ કરો જ્યાં સુધી તેલ બરાબર ચઢી જાય.

હવે એક બાઉલ લો તેમા હીંગ, રાઇ પાવડર, મેથી પાવડર, વરિયાળી, મીઠું, આમચૂર, હળદરને બરાબર મિક્સ કરી લો. જો સરસોનું તેલ ઠંડુ થઇ જાય તો તેમા 2 ચમચી તેલ મસાલામાં ઉમેરો.

મસાલો તૈયાર કર્યા બાદલ લાલ મરચા લો અને તેની અંદર મસાલો ભરી દો. જ્યારે મસાલો ભરાઇ એટલે એક-એક કરીને સરસિયના તેલમાં દૂબાડીમાંને કાચની બરણીમાં ભરીને રાખો.

અથાણું બનાવતા સમયે તેલ બચે તો તેને બરણીમાં ઉમેરી લો. હવે તેને એક અઠવાડિયા સુધી તડકામાં મુકી દો. તૈયાર છે બનારસી મરચાનું અથાણું.

Post a comment

0 Comments