અભિનેત્રી ના વાયરલ કરેલા સુશાંત સિંહ રાજપૂત ના વોટ્સએપ સ્ક્રીનશોટ, ચેટ માં અભિનેતા એ લખ્યું હતું 'ટીવી થી ફિલ્મો માં આવવું મુશ્કેલ હતું'


સુશાંતસિંહ રાજપૂતનાં મોતથી બધાને હચમચાવી દીધા છે. સામાન્ય સોશિયલ મીડિયા યુઝર્સથી માંડીને બોલિવૂડ સ્ટાર્સ સુધી સુશાંતને યાદ કરવામાં આવે છે. સુશાંતના મૃત્યુને લગભગ એક અઠવાડિયુ થઈ ચૂક્યું છે, પરંતુ અભિનેતાના ચાહકો અને મિત્રો હજી પણ તેમની યાદોને શેર કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં હવે અભિનેત્રી અને ડાન્સર લૌરેન ગોટલીબે સુશાંત સાથે પોતાની યાદો શેર કરી છે. લોરેને તેની જૂની વાતચીતનાં સ્ક્રીનશોટ ચાહકો સાથે શેર કર્યા છે.


સુશાંત સાથે વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ શેર કરતા લોરેને કેપ્શનમાં લખ્યું છે, 'મેં આજે સુશાંત સાથેની વોટ્સએપની વાતચીત પર નજર નાખી. ત્યાં એક વાતચીત થઈ જેણે મારું હૃદય ફરીથી તોડી નાખ્યું, કારણ કે તે એક બીજાના સપના માટે ઘણા બધા પ્રેમ, દયાભાવ અને સપોર્ટથી ભરેલ હતું. મને સુશાંત સાથે ઊંડો સબંધ મહેસુસ કર્યો, કેમ કે અમે બંને 'બહારના' હતા.'View this post on Instagram

Today, I finally brought myself to look at my WhatsApp messages with Sushant over the years. I came across one conversation that broke my heart all over again, as it was filled with so much love, kindness, and true support for one another’s dreams! I felt a deep connection with Sushant as we were both “outsiders” and I looked up to him tremendously! I wanted to share this chat we had to remind everyone to walk, talk, and treat EVERYONE with this great amount of LOVE and SUPPORT as HE shared!!! I’m seeing so much hate going around. I do not want to tell anyone how to grieve, my process this week looked pretty ugly, BUT I think one of the BEST ways to honor his legacy is to BE THE BRIGHT, BEAUTIFUL, LOVING LIGHT that he exuded each and every day. The world is a better place because of Sushant’s humble heart. Let’s keep sharing his magic and be kind to one another 💖
A post shared by L A U R E N (@laurengottlieb) on

લોરેને આગળ લખ્યું, 'હું આ ચેટ શેર કરવા માંગતી હતી, જેથી હું દરેકને યાદ કરાવી શકું કે આપણે બધાને સાથે લઈ ને ચાલવું જોઈએ, વાત કરવી અને બધાજ લોકો ને આ પ્રકાર થી પ્રેમ અને સપોર્ટ કરવો જોઈએ. હું ચારે બાજુ ઘણું નફરત જોઈ રહી છું. સુશાંતના વિનમ્ર દિલને કારણે દુનિયા એક સારી જગ્યા છે. આવો, સુશાંતના મેજીક ને શેર કરતા રહીએ અને એકબીજા પ્રત્યે દયાળુ રહીએ.'


તમને કહી દઈએ કે લોરેને  વોટ્સએપ ના સુશાંત સાથે વાતચીતનાં સ્ક્રીનશોટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જે વર્ષ 2016 ના છે. વાતચીત એમએસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મના રિલીઝ સમયે થઈ હતી. ચેટમાં લોરેને સુશાંતને પૂછ્યું કે શું તે 'ધોની'નું શૂટિંગ કરી રહ્યો છે? સુશાંત કહે છે કે શૂટિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મ 2 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે, હાલમાં અન્ય એક પ્રોજેક્ટનું શૂટિંગ ચાલી રહ્યું છે.


ચેટમાં, આગળ લોરેને ખુલાસો કર્યો કે તેની ફિલ્મ તાજેતરમાં જ રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ હતી તેમની ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર પંજાબી ફિલ્મ હતી. આની આગળ, લોરેન કહે છે કે તેણે હજી કંઈપણ સાઇન કર્યું નથી, પરંતુ બોલિવૂડની એક મોટી ફિલ્મમાં કામ કરવા માંગે છે.


ચેટમાં આગળ સુશાંત લખે છે, 'ટીવી પરથી ફિલ્મોમાં આવવું મુશ્કેલ હતું, પણ મારી પસંદગીને કારણે હું ટકી શક્યો. તમારે ફક્ત તમારામાં વિશ્વાસ કરવાની જરૂર છે અને પછી દુનિયા તમારી પાછળ હશે. તમે ખૂબ હોશિયાર છો. તમારામાં તે પેશન છે તમે તમારા સપના પૂરા કરશો. ' આ બંનેએ તેમની ગપસપમાં વધુ વાત કરીને એક બીજા પર સમ્માન અને વિશ્વાસ દર્શાવ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે લોરેન એબીસીડી સહિત થોડીક બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી છે.

Post a comment

0 Comments