Ticker

6/recent/ticker-posts

એ તો માં છે! ક્યાં હાર માનવાની હતી! વાંચો એક અદભુત કહાની


માં એક એવો શબ્દ જેમનું કોઈ પૂર્ણ પરિભાષા નથી. અગણિત કવિઓ, લેખકો, વિચારકો, બુદ્ધિજીવીઓ, સંતો મહાપુરુષો દ્વારા તેમજ સમસ્ત ધર્મોમાં માં ની વ્યાખ્યા ને ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. વાસ્તવિક જીવનમાં મા ની જે ભૂમિકા છે તેને દેખાડવી અસંભવ છે.

ઓક્ટોબર મહિનાની એ સાંજે ઘરમાં ઘણી ચહલ-પહલ હતી કારણકે, આજે ઘરમાં નવી પુત્રવધૂનો પ્રથમ પ્રવેશ હતો. વહુ ઘણી સંપન્ન પરિવારમાંથી હતી. વહુ થી વધારે તેના દ્વારા લાવવામાં આવેલ સામાન ની ચર્ચા થતી હતી. જે સમાજ ની એક કાળી બાજુ છે. સગા સંબંધી પારિવારિક જીવન ની સાથે સંઘર્ષ કરતાં કરતાં સમય ચાલતો જતો હતો. એક લાંબા સમય પછી અંતે ઘરમાં એક પુત્રનો જન્મ થયો. હવે પુત્ર અને વહુ માતા-પિતાના પદ માટે સૌભાગ્ય પ્રાપ્ત કરી ચૂક્યા હતા. પ્રકૃતિએ તેમને એક જવાબદારી સોંપી હતી. જેનું બંને સફળતાપૂર્વક નિર્વહન કરવાનું હતું.

પિતાજી કોઈ વ્યવસાય કાર્ય કરતા ન હતા. પૂર્ણ રૂપથી ફક્ત ખેતી ઉપર જ નિર્ભર હતા. જેનાથી પરિવારનું ભરણ પોષણ થતું હતું. સમયનું ચક્ર ચાલતું ગયું અને પરિવાર મોટો થતો ગયો મૂળભૂત રૂપથી સુવિધાઓના અભાવને કારણે પારિવારિક જીવન કષ્ટદાયક થવા લાગ્યો. અનાજ સિવાય બીજી ઘણી બધી જરૂરિયાતો હતી. પિતાજી પોતાની જવાબદારીને સમજી શકતા ન હતા જેના કારણે ઘરકંકાસ ની સ્થિતિએ જન્મ લીધો. સમય સુખ જીવનની કલ્પના ને ચુનોતી દેવા લાગ્યો હતો.

પિતાજી પરિસ્થિતિ પર નિયંત્રણ ન કરી શક્યા અને ઘર છોડીને ચાલ્યા ગયા. માં ને સમાજની વાતો સાંભળવી પડતી હતી. પતિના હોવા છતાં પણ પત્ની એકાકી જીવન માં સમાજ માટે હાસ્યનું પાત્ર બની ગઈ હતી. માં અમને બધાને સાથે રાખીને અમારા બધાના ભવિષ્ય માટે એક અજાણ્યા માર્ગ પર નીકળી પડી હતી.

ભારતીય નારી કઠોર પરિશ્રમ તથા માતૃશક્તિ માટે વિશ્વભરમાં ઉદાહરણરૂપ છે. આ વિશ્વાસને જાળવી રાખવા માટે માં કષ્ટદાયક રસ્તા ઉપર આગળ ચાલતી ગઈ. માં કઠોર પરિશ્રમ તથા બહુમૂલ્ય જીવનને ત્યાગીને અમારા બધા ના ભવિષ્ય માટે સંઘર્ષ કરવા લાગી, માં આધુનિક વિચારધારા વાળી હતી.

માં અંગ્રેજી જાણતી ન હતી છતાં પણ માં એ અંગ્રેજીનું અધ્યયન કર્યું, જે આધુનિક જીવન માટે જરૂરીયાતો માં શિક્ષિત હોવાની સાથે હસ્ત શિલ્પ કલા માં અનુભવી હતી. તેથી માં પોતાની પ્રતિભાથી આસ્થા શિલ્પકલા કેન્દ્રમાં સારા એવા પદ પર કાર્યરત થઈ ગઈ.

વધેલા સમયમાં માં પાડોશીના છોકરાઓને ટ્યુશન આપતી હતી. જેનાથી થોડીક આર્થિક સહાયતા મળી રહેતી.

મા એ પિતાનું સ્વરૂપ લઈને અમારા શિક્ષણ તથા ભવિષ્યની કલ્પના ને સાકાર કરવા લાગી હતી. સમયની સાથે-સાથે મા પોતાના પરિશ્રમથી સમાજ માટે એક મિસાલ બની ચૂકી હતી. મા એ પિતાજીને સાથે રહેવા માટે બધા જ પ્રયત્ન કર્યા અને આખરે પિતાજી સાથે રહેવા આવી ગયા.

પિતાજી માથે ઘણા લોકોનું ઋણ હતું. મા ને જ્યારે આ વાતની ખબર પડી તો તેણે દેવું ભરવા નો નિશ્ચય કરી લીધો. અને મા એ થોડા થોડા પૈસા જોડીને દેવું ચૂકતે કરી દીધું. સ્ત્રી પત્ની બનીને પતિની દરેક વાત ઉપર પરદો નાખતી રહે છે અને આખું જીવન સાથ નીભાવતી રહે છે. તથા મા બનીને પોતાનું સંપૂર્ણ જીવન બાળકો માટે વગર સ્વાર્થે ન્યોછાવર કરી દે છે.

માએ પિતાજીની કોઈપણ ખામી વિશે અમને ના જણાવ્યું નથી અમને તેમના પ્રત્યે ઘૃણા થવા ન લાગે તેમાટે. પિતાજી અત્યારે પણ કંઈ કામ કરતા ન હતા. એક પિતાની પોતાના બાળકો પ્રત્યે શું જવાબદારી હોય છે તેનાથી તે અજાણ હતા. થોડા મહિના પછી પિતાજી પાછા ચાલ્યા ગયા. અમે અમે સમયની સાથે-સાથે મોટા થતા ગયા.

અમે બંને ભાઈ ભણતરની સાથે સાથે કામ કરવા લાગ્યા, તેનાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરી ગઈ. માં અને અમે દિવસ-રાત મહેનત કરતા હતા. અમે સારા જીવન માટે લીધેલા નિર્ણય સાથે આગળ વધતા ગયા. માં અમારા માટે પ્રેરણાસ્રોત હતી. માં અમને ઉચ્ચ શિક્ષા તથા કુશળ વ્યક્તિત્વ વાળુ જીવન આપ્યું. અમે બંને ભાઈ ભણીને સારા પદ ઉપર કાર્યરત થઈ ગયા અને જીવન ફરીથી પહેલાની જેમ સારું ચાલવા લાગ્યું.

પિતાજી ફરીથી ઘરે આવી ગયા હતા. માં પતિવ્રતા પત્ની ની જેમ સંઘર્ષ અને પીડાદાયક જીવનને ભૂલી ને પતિની સેવામાં લાગી ગઈ. પિતાજીની દરેક જરૂરિયાતોને પૂર્ણ કરતી હતી. મા દ્વારા કરવામાં આવેલા અથક પરિશ્રમ તથા પ્રયાસોથી આજે ગામમાં એક ઘર હતું. ખેતી માટે પર્યાપ્ત જમીન હતી. સમાજમાં ઈજ્જત હતી. ઘરમાં મૂળભૂત જરૂરિયાતો ની અછત ના હતી. મતલબ હવે માને કામ કરવું પડતું ન હતું.

હવે મા અને પિતાજી શાંતિથી જીવન વિતાવતા હતા. માં બધાની સારસંભાળની સાથે પોતા ના સ્વાસ્થયની સંભાળ રાખી શકતી ન હતી. જેના કારણે તે બીમાર રહેવા લાગી. માં એ મારા લગ્ન કરાવી દીધા હતા અને તે પુત્રવધુ સાથે હસી ખુસી થી જીવન વિતાવી રહી હતી. આ બધી વ્યવસ્થા મા સફળ થયા બાદ જીવનમાં બધી બાજુ ખુશી ખુશી હતી.

જીવન વાસ્તવમાં એક પરીક્ષા છે. જે આ પરીક્ષામાં સફળ થઈ ગયા તેમનું જીવન ધન્ય છે. આ સુખદ જીવન માં દુઃખ પણ અનિવાર્ય છે અને દુઃખનો સમય કાળ બનીને આવ્યો. અને માને હૃદયરોગના કારણે ૫૨ વર્ષની ઉંમરમાં દેહાંત થયો. આ માયાવી સંસારથી મુક્ત થઈને માં સ્વર્ગમાં અલૌકિક જીવન તરફ પ્રયાણ કરી ગઈ અને બાળકો તથા પિતાને સરળ જીવનની પરિભાષા અને પૂર્ણ કરવા માટે એકલા છોડી દીધા.

માં તે માં બીજા બધા વગડાના વા....

Post a comment

0 Comments