જ્યારે લોકો એક બાજુ કોરોના વાયરસના કારણે મૃત્યુ થઇ રહી છે. બીજી તરફ લોકડાઉનમાં ફસાયેલા લોકો ઘેર જતા અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક દુ:ખદ ઘટના મધ્યપ્રદેશના સાગરમાં બની છે. જ્યાં ઘરે પહોંચતા પહેલા ત્રણ યુવકોનું કરૂણ મોત નીપજ્યું હતું.
રવિવારે ગઢાકોટામાં સાગર-દમોહ રોડ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. જ્યાં પાછળથી એક ઇનોવા કારને હાઇ સ્પીડ ડીઝલ ટેન્કરે ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે કાર ઉડી ગઈ હતી અને કાર સાવરના ત્રણેયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એવું કહેવામાં આવે છે કે ત્રણેય પિતરાઇ ભાઇઓ સહિતના મિત્રો હતા.
કહી દઈએ કે આ અકસ્માતમાં માર્યા ગયેલા ત્રણ યુવકોની ઓળખ જીતેન્દ્ર શુક્લા (40), પ્રમોદ શુક્લા અને સુનિલ તિવારી (36) તરીકે થઇ છે. તે બધા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના હતા.
ત્યાં લોકો એ જણાવ્યું કે આ ઘટના એટલી જબરદસ્ત હતી કે મૃતકોને બહાર કાઢવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા. તે જ સમયે, ટેન્કર અને કારને હટાવા ક્રેન લેવી પડી હતી.
હાલમાં પોલીસે ટેન્કરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. ટક્કર માર્યા બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
0 Comments