Ticker

6/recent/ticker-posts

બુધવાર ના દિવસે ભગવાન ગણેશ ની આ રીતે કરો ભક્તિ, જીવન માં આ વસ્તુ નું જરૂર થી થશે આગમન


બુધવાર નો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે વિઘ્નહર્તાની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા  કરવાનું વિધાન છે. એમ કહેવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાંથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે. ભગવાન ગણેશજીને મોદક ખૂબ પ્રિય છે. તેથી, બુધવારે પૂજા દરમિયાન, તેમને મોદક અને દુર્વા જરૂર થી ભેટ કરો. જો તમે ભગવાન ગણેશની પૂજા નિરંતર રૂપ થી કરો છો, તો આ વસ્તુઓનું તમારા જીવનમાં આગમન થશે-

કિસ્મત બદલાઈ જાય છે

એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ દર બુધવારે ભગવાન ગણેશની ભક્તિપૂર્વક પૂજા કરે છે, તો તેનું નસીબ જલ્દીથી બદલાઈ જાય છે. આનાથી વ્યક્તિના જીવનમાં ખુશી, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

બુદ્ધિ પ્રાપ્ત થાય છે

ભગવાન ગણેશનું ગજ મસ્તિષ્ક બુદ્ધિનું પ્રતીક છે. જો કોઈ વ્યક્તિ પૂરા દિલથી ભગવાન ગણેશની ભક્તિ કરે છે, તો તેના આશીર્વાદ તેમના અવશ્ય થાય છે. તેનાથી વ્યક્તિની બુદ્ધિ, વિદ્યા શક્તિમાં વધારો થાય છે.

બધી બાધાઓ દૂર થાય છે

ભગવાન ગણેશને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. તેનો અર્થ એ છે કે વ્યક્તિના જીવનમાંથી આવતી બધી મુશ્કેલીઓ અને અવરોધોને દૂર કરવી. ભગવાન ગણેશ પોતાના ભક્તોનો સાચી પુકાર સાંભળીને તેમના ડુંક્જ અને દર્દ ને દૂર કરે છે.

ધૈર્ય વધે છે

ભગવાન ગણેશના કાન મોટા છે, જે ધૈર્ય ને દર્શાવે છે. જો કોઈ વ્યક્તિ ભગવાન ગણેશની સતત એકાગ્રચિત થઇ ને પૂજા કરે છે, તો તેનામાં ધૈર્ય નું આગમન થાય છે.

આત્મા શુદ્ધ બને છે

ભક્તિ એક એવો પ્રવાહ છે જે વ્યક્તિના તન-મનને શુદ્ધ કરે છે. તેનાથી શરીરનું શુદ્ધિકરણ પણ થાય છે અને વાણીમાં મધુરતા આવે છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન ગણેશની પૂજા કરવાથી વ્યક્તિના વિચારોમાં નિપુણતા આવે છે.

Post a comment

0 Comments