આ ઉપાયથી પ્રસન્ન થશે શનિદેવ, દૂર થશે બધી જ પીડાઓ


જો કોઈના જીવનમાં શનિ સંબંધિત કોઈ પીડા અથવા તો પરેશાની થઇ રહી છે તો તે શનિવારના દિવસે શનિદેવની કૃપા મેળવવા માટે મહા ઉપાય એકવાર અવશ્ય કરો. આ ઉપાયને કરવાથી શનિ ના કારણે થતી સમસ્યા થોડાક જ દિવસોમાં દૂર થઈ જશે. તો જાણો શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે કયા કયા ઉપાય કરવા જેનાથી શનિ દોષ થી મુક્તિ મળી શકે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે શનિદેવના ચરણોમાં શનિદેવ ને સૌથી અધિક પ્રિય લાગતી આ વસ્તુ ઓને પોતાની ઇચ્છાપૂર્તિ ની કામના કરતા શ્રધ્ધા ભાવથી અર્પિત કરી દો. આવું કરવાથી શનિદેવ શીઘ્ર પ્રસન્ન થઈ જશે અને શનિ દોષના કારણે થતી સમસ્ત પરેશાન પૂર્ણ થઇ જશે.

ઉપાય કરતાં પહેલા આ શનિ મંત્રનો જાપ 51 વાર રુદ્રાક્ષની માળા થી કરો

कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:। सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।

શનિવારે કરો આ ઉપાય

શનિવારના દિવસે શનિ મંદિરમાં જઈને શનિદેવના ચરણોમાં ફક્ત વાદળી રંગના ફૂલ તેમજ કાળા રંગના તલ ના 21 દાણા સવારે ચડાવી દો. તેનાથી શનિદેવ શીઘ્ર પ્રસન્ન થઈને તમારી બધી જ મનોકામના પૂરી કરી દે છે.

શનિદેવના ચરણોમાં અર્પિત કરો આ વસ્તુઓ

શમી ના પાંદડા: શનિદેવ ને શમિ ના પાંદડા સૌથી અધિક પ્રિય છે આ પાંદડાથી શનિદેવ તરત પ્રસન્ન થઈ જાય છે.


જાંબલી ફુલ: શનિદેવને અપરાજિતા ના ફૂલ ચઢાવો. આ ફૂલ જાંબલી હોય છે. શની જાંબલી વસ્ત્ર ધારણ કર્યા રહે છે અને તેમને આ રંગ ખૂબ જ પ્રિય છે. તેના કારણે શનિ અને આ ફૂલ ચઢાવવામાં આવે છે.

કાળા તલ: કાળા તલના કારક શનિ છે. શનિ અને કાળી વસ્તુ ખૂબ જ પ્રિય છે. તે કારણે શનિની પૂજા માં કાળા તલ ચઢાવવામાં આવે છે.

સરસો નું તેલ: શનિને તેલ ચઢાવવાની પરંપરા ખૂબ જ જૂના સમયથી ચાલી આવી રહી છે અને ઘણા લોકો શનિવાર એ તેલનું દાન પણ કરે છે અને શનિ નો અભિષેક પણ કરે છે.

Post a comment

0 Comments