Ticker

6/recent/ticker-posts

ટાઇગર અને સલમાન વાળી કોલ્ડ ડ્રિન્ક નું હવે સોનુ સુદ કરશે પ્રચાર, રંગ લાવી કોરોના કાળ ની મહેનત


પરપ્રાંતિય મજૂરોના 'મસીહા' તરીકે પ્રખ્યાત બનેલા દક્ષિણ ભારતીય ફિલ્મોના મોટા ખલનાયક સોનુ સૂદે પણ હિન્દી સિનેમામાં પગ મૂકવાનો પ્રયાસ સફળ રહ્યો.

સોફ્ટ ડ્રિંક્સ કંપની એ સલમાન ખાનને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાખ્યા છે, તે જ કંપનીએ હવે સોનુ સૂદને તેના સોશિયલ મીડિયા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યા છે. સલમાન ખાન અને સોનુ સૂદે દબંગ ફિલ્મમાં સાથે કામ કર્યું છે.


સોનુ સૂદ સતત અન્ય રાજ્યોમાં રહેતા લોકોને મુંબઇથી બસો અને ટ્રેનો દ્વારા તેમના ખર્ચે અને અન્ય લોકો દ્વારા આર્થિક સહાયથી મળેલા પૈસાથી બસ અને ટ્રેન દ્વારા તે લોકોને તેમના ઘરે પોહાચાડવામાં આવી રહ્યા છે.

સોનુ સૂદની પત્ની અને બાળકો ઇનકમિંગ મેસેજીસ અને ફોન કોલને સતત ફિલ્ટર કરે છે અને જરૂરીયાતમંદોને સહાય પૂરી પાડે છે. સોનુ સૂદની પોતાની બ્રાન્ડને મજબૂત બનાવવાના પ્રયત્નો નો એવોર્ડ તેને પોતાને મળે છે એક મોટી એન્ડોર્સમેન્ટ ડીલ ના રૂપ માં.


હમણાં સુધી, આ ડીલ ફક્ત એક જ સમય માટે કહેવામાં આવી રહી છે પરંતુ કંપનીએ પણ આ વ્યવસાય સંબંધને આગળ વધારવાનો ઇનકાર કર્યો નથી. સલમાન ખાન, ટાઇગર શ્રોફ અને દિશા પટાણી પછી તે ચોથા કલાકાર છે જે આ કોલ્ડ ડ્રિંક કંપની સાથે આ સીઝનમાં જોડ્યા છે.

Post a comment

0 Comments