Ticker

6/recent/ticker-posts

બૉલીવુડ સિંગર ની આ તસ્વીર ખરેખર તમે પહેલા નહિ જોઈ હોય, હિમેશ રેશમિયા ને તો ઓળખવા પણ મુશ્કેલ


બોલિવૂડ સ્ટાર્સની તસવીરો ઉપર તમારી ખૂબ જ નજર હશે. આ ફોટાઓ તેમનામાં એક કહાની સમેટાયેલા છે. આ ન જોયેલી તસ્વીર જોતાં, ખુદ સ્ટાર પણ તે સમય માં ખોવાય જાય છે. ચાહકોને તેમના મનપસંદ સીતારાઓની જૂની તસવીરો જોવી ગમે છે. પરંતુ આજે અમે તમને બોલીવુડના ગાયકોની ન જોયેલી તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. ચાલો જોઈએ આવીજ ના જોયેલી થોડી તસવીરો.


આ એક તસવીરમાં તમે બધા ગાયકોને એક સાથે જોઈ શકશો. તસવીરમાં ઝોહરા જાન, રાજકુમારી, અમીરબાઈ કર્નાટકી, હમિદા બાનુ, ગીતા રોય, લતા મંગેશકર, મીના કપૂર, સલમાન મુખર્જી, તલત મહેમૂદ, દિલીપ ઢોલકિયા, મો. રફી, શિવ દયાલ બાતીશ, જી.એમ. દુર્રાણી, કિશોર કુમાર અને મુકેશ છે.

કિશોર કુમારના બાળપણની ન જોયેલી તસ્વીર


સિંગિંગ, એક્ટિંગ, મ્યુજિક ડાયરેક્શનથી લઈને લિરિક્સ રાઇટિંગ સુધી, દરેક બાબતમાં માહિર એવા કિશોર કુમારનો જાદુ આજે પણ કરોડો લોકોના દિલોમાં છે.

શ્રેયા ઘોષાલ


શ્રેયાએ માત્ર ચાર વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. ટીવી શો 'સા રે ગા મા પા' જીતીને તેને મોટો બ્રેક મળ્યો.

મોહમ્મદ રફી


મોહમ્મદ રફીએ 1940 થી 1980 દરમિયાન લગભગ 26 હજાર ગીતોને અવાજ આપ્યો અને તેમાંથી મોટાભાગના ક્લાસિક માનવામાં આવે છે.

મુકેશ


1923 માં દિલ્હીમાં જન્મેલા મુકેશે માત્ર 53 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધી હતી. તેમના ગીતો હંમેશાં સંગીત પ્રેમીઓ દ્વારા પસંદ કરવામાં આવ્યા છે.

હિમેશ રેશમિયા


હિમેશ સંગીતકાર, ગાયક હોવાની સાથે સાથે નિર્માતા, ગીતકાર અને અભિનેતા પણ છે. તેણે ઘણાં હિટ ગીતો ગાયાં છે. તેમને બધા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તે હિન્દી સિનેમાના પહેલા ગાયક છે જેણે ડેબ્યૂ સોંગ માટે ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો હતો.

અરિજિત સિંહ


અરિજિત સિંહ ભારતના જાણીતા પ્લેબેક સિંગર છે. તેમણે ઘણા હિટ ગીતો ગાયા છે. જ્યારે પણ અરિજિત સિંહ ગાય છે, ત્યારે દરેક તેના સુંદર અવાજમાં મગ્ન થઈ જાય છે.

Post a comment

0 Comments