એવું શહેર જ્યાં ડરના કારણે રાતોરાત થઇ ગયું તું ખાલી જ્યાં આવવાની કોઈને પણ નથી પરમિશન


દુનિયામાં ઘણા બધા રહસ્ય છે જેમના વિશે બધા જ લોકો જાણતા નથી. એક એવું જ રહસ્ય છે સાઇપ્રસ દેશ નું વરોશા શહેર. જે ક્યારેક આબાદી થી ભરેલું હતું. પરંતુ હવે આ શહેર વિરાન પડેલું છે. વરોશા શહેર ને દુનિયા ના સૌથી મોટા ઘોસ્ટ ટાઉન ભૂતનું શહેર ના રૂપમાં જાણીતું છે.

અહીં ઊંચી ઊંચી ઇમારતો બનેલી છે પરંતુ અહીં રહેવા વાળું કોઈ પણ નથી



આ શહેરમાં રહેલી હોટલ રેસિડેન્સીયલ બિલ્ડિંગો થી લઈને બાર અને રેસ્ટોરન્ટ સુધી બધું જ ખંડેરમાં બદલાઈ જવાની કગાર ઉપર છે.


ફમાંગાસ્તા પ્રાંતમાં વરોશા મા એક નાનકડા એવા પાણી ના ભાગ ને છોડીને હવે અહીં થી વધુ બીચ હંમેશા હંમેશા માટે બંધ કરવામાં આવ્યો છે. ફેન્સીંગ મા કેદ આ શહેરમાં અંદર ઘુસવું તો દૂરની વાત બહાર થી કોઈએ તેમની તસવીર પણ લેવાની કોશિશ કરી તો તેમને ગિરફતાર કરી લેવામાં આવે છે.



મીડિયા રિપોર્ટ પ્રમાણે 45 વર્ષ પહેલા શહેરની આબાદી લગભગ ૪૦ હજાર હતી. પરંતુ વર્ષ 1974 માં એક ડરના કારણથી આખું શહેર રાતોરાત ખાલી થઈ ગયું. આ શહેરને છોડીને બાકી શહેરોમાં દિવસ રાત લોકો રહે છે. પરંતુ આ શહેર વિરાન પડેલું છે.


વાત કરી કંઈક એવી છે કે જુલાઈ 1974માં તુર્કી સેનાએ સાઇપ્રસ પર ગ્રીસ રાષ્ટ્રવાદીઓ ના તખ્તાપલટ ના વિરોધમાં હુમલો કર્યો હતો. જેના પછી નરસંહાર ના ડર થી આખું શહેર એક જ રાતમાં ખાલી થઈ ગયું અને અહીં રહેવાવાળા લોકો ની આસપાસ ના શહેરોમાં જઇને શરણ લઈ લીધી.


તુર્કીના હમલા પછી સાઇપ્રસ બે ભાગમાં વહેંચાઇ ગયું જેમનું નામ ગ્રીસ સાયપ્રસ અને તુર્કી સાઇપ્રસ છે. વરોશા શહેર હાલમાં તુર્કી સેનાના કબજામાં છે. અહીં ફક્ત તુર્કીની પેટ્રોલીમ આવી શકે છે તેમના સિવાય અહીં કોઈને પણ આવવાની પરમિશન નથી.

Post a comment

0 Comments