વિનાયક ચતુર્થી : આજે આ રીતે કરો ભગવાન ગણેશજી ની પૂજા, બધાજ કષ્ટ અને સંકટ થઇ જશે દૂર


24 જૂને વિનાયક ચતુર્થી છે. વિનાયક ચતુર્થીનો દિવસ ગણપતિ મહારાજને સમર્પિત છે. હિન્દુ પંચાંગ મુજબ, વિનાયક ચતુર્થી દર મહિને શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર ઉજવવામાં આવે છે અને 24 મી જૂને અષાઢ શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પડી રહી છે. વિશેષ વાત એ છે કે બુધવાર ભગવાન ગણેશનો દિવસ છે અને આ દિવસ વિનાયક ચતુર્થી પણ છે. માન્યતા મુજબ આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભગવાન ગણેશજીના આશીર્વાદ મળે છે. ચાલો આજે જાણીએ વિનાયક ચતુર્થી પૂજા વિધિ, શુભ સમય અને મહત્વ.


ભગવાન ગણેશની પૂજાનો દિવસ

વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની વિધિ સાથે પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. કોઈપણ શુભ કાર્ય પહેલાં ગણેશજીની પૂજા કરવાનો નિયમ છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ઉપવાસ કરવો શુભ માનવામાં આવે છે. જો ઉપવાસ શક્ય ન હોય તો આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરો અને સાત્વિક ભોજન કરો.

વિનાયક ચતુર્થી મુહૂર્ત

ચતુર્થી તિથિ પ્રારંભ - સવારે 10: 12 થી પ્રારંભ (24 જૂન 2020)
ચતુર્થી તિથિ સમાપ્ત - સવારે 08:46 વાગ્યા સુધી (25 જૂન 2020)

વિનાયક ચતુર્થીની પૂજા-વિધિ


 • સવારે ઉઠીને સ્નાન કરો.
 • સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો.
 • ભગવાન ગણેશજીને સ્નાન કરવો.
 • સ્નાન પછી ભગવાન ગણેશને સાફ વસ્ત્રો પહેરાવો.
 • ભગવાન ગણેશને સિંદૂર તિલક લગાવો.
 • તમારા કપાળમાં સિંદૂરનો તિલક પણ લગાવવો જોઈએ.
 • ભગવાન ગણેશજી ને દુર્વા અતિપ્રિય છે. ભગવાન ગણેશને દુર્વા ચડાવવી જોઈએ.
 • ગણેશજીની આરતી કરો.
 • ભગવાન ગણેશને ભોગ લગાવો.
 • ભગવાન ગણેશને લાડુ, મોદક પસંદ છે. શક્ય હોય તો ભગવાન ગણેશને લાડુ, મોદક નો ભોગ લગાવો.
 • તમે તમારી ઇચ્છા મુજબ ભગવાન ગણેશને ભોગ લગાવી શકો છો, ફક્ત ધ્યાનમાં રાખો કે ભગવાનને ફક્ત સાત્વિક ભોજનનોજ ભોગ લગાવવા માં આવે છે.


વિનાયક ચતુર્થીનું મહત્વ


ધાર્મિક માન્યતાઓ અનુસાર વિનાયક ચતુર્થીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે. ભગવાન ગણેશની ઉપાસના કરવાથી કાર્યોમાં કોઈ અડચણ આવતી નથી. તેથી ગણપતિ મહારાજ વિઘ્નહર્તા તરીકે પણ ઓળખાય છે.

Post a comment

0 Comments