હિટ થવા છતાં પણ ટીવી ના આ સિતારાઓ એ ઇન્ડસ્ટ્રી થી બનાવી લીધી દુરી, એક તો ગામ જઈ ને કરે છે ખેતી


બોલિવૂડ અને ટીવીની દુનિયા બધાને આકર્ષે છે. લોકો અહીં ભાગ્ય અજમાવવા આવે છે, ઘણીવાર તેઓ સફળ થાય છે, ઘણી વખત તેમને આ ચમકતી ઇન્ડસ્ટ્રી પસંદ નથી આવતી. ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકારો રહ્યા છે, જેમણે સફળ કારકિર્દી હોવા છતાં, હવે ટીવી દુનિયા છોડી દીધી છે. આજે અમે એવા કલાકારો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે કાં તો ટીવી કારકિર્દી છોડી દીધી છે અથવા દુરી બનાવી લીધી છે.


'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ફેમ અભિનેત્રી મોહિના કુમારી સિંહે લગ્ન પછી ટીવી ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. તેણે સિરિયલમાં કીર્તિ સિંઘાનિયાનું પાત્ર ભજવ્યું હતું. મોહિનાએ ઉત્તરાખંડમાં કેબીનેટ મંત્રી સતપાલ મહારાજના પુત્ર સુયશ રાવત સાથે લગ્ન કર્યા છે. લગ્ન પહેલા તેણે જાહેરાત કરી હતી કે હવે તે ઇન્ડસ્ટ્રીમાં કામ નહીં કરે.


દિશા વકાણી ટીવી ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં તેમણે દયાબેનનું પ્રખ્યાત પાત્ર ભજવ્યું હતું. દિશાએ જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે સિરિયલથી બ્રેક લીધો હતો, પરંતુ તે પછી તે ફરીથી નાના પડદે પરત ફરી નથી.અભિનેતા અનસ રાશિદે 'દિયા ઔર બાતી હમ' સિરિયલમાં સૂરજ રાથીની ભૂમિકા ભજવી હતી. અનસને લોકોએ ખૂબ પસંદ કર્યો પરંતુ ટૂંક સમયમાં જ તે ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી કંટાળી ગયો. વર્ષ 2018 માં, તે તેના ગામ પરત આવ્યો અને ખેતી શરૂ કરી.


અભિનેતા સિજેન ખાને સિરિયલ 'કસૌટી જિંદગી કી' થી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. સિજેને સિરિયલમાં અનુરાગ બાસુનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું. સિજેન છેલ્લે 2009 માં પ્રસારિત થયેલા ટીવી શો 'સીતા ઔર ગીતા' માં જોવા મળ્યો હતો.


અભિનેત્રી મિહિકા વર્માએ 'યે હૈ મોહબ્બતેન'માં દિવ્યાંકા ત્રિપાઠીની ઓનસ્ક્રીન બહેનનો રોલ કર્યો હતો. લગ્ન બાદ મહેકાએ ટીવી ઈન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું. તે પતિ આનંદ કપાઇ સાથે અમેરિકા શિફ્ટ થઈ ગઈ છે.

Post a comment

0 Comments