તમે પણ નહિ જોઈ હોઈ એશ્વર્યા રાય ની મોડેલિંગ ના દિવસો ની તસ્વીરો, આ ફોટો પર નહિ પડી હોય નજર


લગભગ તમામ બોલીવુડ કલાકારોએ મોડેલ તરીકે કારકિર્દી શરૂ કરી છે. ઘણા મોડેલોએ મોડેલિંગ દ્વારા ફિલ્મ જગતમાં મોટું નામ કમાવ્યું. આજે આપણે એશ્વર્યા રાય બચ્ચનના મોડેલિંગ સમયના ફોટા વિશે વાત કરીશું. ત્યારબાદથી એશ્વર્યાનો લુક ઘણો બદલાયો છે.


મોંડેલિંગના દિવસોથી એશ્વર્યા રાય બચ્ચનના ફોટા જોઇને તમે પણ ચોંકી જશો. જોકે એશ્વર્યાની સુંદરતા વધતી ઉંમર સાથે વધી રહી છે. આમિર ખાન સાથે પેપ્સીની જાહેરાતથી એશ્વર્યા ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ હતી.


એશ્વર્યાએ સ્કૂલના સમયથી જ મોડેલિંગની ઓફર મેળવવાની શરૂઆત કરી હતી અને નવમાં ધોરણમાં પહેલી એડ ફિલ્મ કરી હતી. તે પેન્સિલની જાહેરાત હતી.એશ્વર્યાએ 1994 માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. આ કોમ્પિટિશનમાં વિવિધ દેશોની 87 મોંડેલોએ ભાગ લીધો હતો, જેમાં એશ્વર્યાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને દેશનું નામ રોશન કર્યુ હતું.


એશ્વર્યાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 1997 માં કરી હતી. આ અગાઉ તેણે તમિલ ફિલ્મ ઈરુઅરમાં કામ કર્યું હતું. તેની પહેલી હિન્દી ફિલ્મ 'ઔર પ્યાર હો ગયા' હતી. આ પછી એશ્વર્યાએ ઘણી મોટી ફિલ્મો આપી. તેણે અભિનેતા અભિષેક બચ્ચન સાથે 2007 માં લગ્ન કર્યા હતા. તેમની પુત્રી આરાધ્યાનો જન્મ 2011 માં થયો હતો.


1973 માં જન્મેલી એશ્વર્યા રાય બચ્ચન એક આર્કિટેક્ટ બનવા માંગતી હતી, જેના માટે તેણે એક સંસ્થામાં પ્રવેશ લીધો હતો પરંતુ બાદમાં તેણે મોડેલિંગમાં કારકિર્દી બનાવવા માટે કોર્સ ને છોડી દીધો હતો. આ દિવસોમાં એશ્વર્યા કોરોના પોઝિટિવ હોવાના કારણે ચર્ચામાં છે.

Post a comment

0 Comments