એક એવી સત્યઘટના જેને વાંચીને તમે પણ વિશ્વાસ કરશો કે ભગવાન આપણી આસપાસ જ રહેલા હોય છે.. વાંચો સંપૂર્ણ ઘટના


આ એક સાચી ઘટના છે કે એક ૨૩ વર્ષની છોકરી પોતાના મૃત પિતા ના મોબાઈલ નંબર ઉપર રોજે પોતાના દિલની વાત અને જીવનમાં થતી રોજ ની ઘટનાઓ બતાવતી રહેતી હતી અને ત્યારબાદ ચાર વર્ષ પછી કઈક એવું થયું કે ખરેખર આશ્ચર્ય થાય એવું છે.

૨૩ વર્ષની ચેસ્ટીટી પેટરસન એ પોતાના પિતાને ચાર વર્ષ પહેલા ખોયા હતા પરંતુ તે ખુબજ દુઃખી હતી. તે પોતાના પિતાને રોજે પોતાના મનની વાત અને રોજે થતી જીવનની ગતિ વિધિઓ ને મોબાઇલ ઉપર મેસેજ દ્વારા મોકલતી રહેતી હતી.

આવું કરવાથી તે પોતાના પિતાને પોતાની પાસે જ સમજતી હતી અને પોતાના પિતાની ચોથી પુણ્યતિથી ઉપર ચેસ્ટીટી એ પોતાના પિતા ના નંબર ઉપર એક ખૂબ જ ભાવુક મેસેજ મોકલ્યો.

ચેસ્ટીટી એ પોતાના મેસેજમાં લખ્યું


કાલનો દિવસ ફરીથી ખૂબ જ મુશ્કેલ હશે તમને ખોયા આજે ચાર વર્ષ થઇ ગયા અને એક દિવસ પણ એવો નથી ગયો કે જ્યારે મેં તમને યાદ કર્યા ન હોય. આ નાનકડા સમયમાં ઘણું બધું થઈ ગયું છે. મને ખબર છે કે તમે આ બધું જાણો છો કેમકે તમને હંમેશા જ કહ્યું છે, મેં કેંસરને પણ માત આપી દીધી છે. હું ત્યારથી બીમાર નથી પડી કેમકે મેં તમને પ્રોમિસ કર્યું હતું કે હું મારુ સારી રીતે ધ્યાન રાખીશ. મારી કોલેજ પૂરી થઈ ગઈ અને મેં ગ્રેજ્યુએશન કરી લીધું છે. મને પ્રેમ પણ થયો અને પ્રેમમાં દિલ પણ ટૂટ્યું પરંતુ ફરીથી હું મજબૂત બનીને ઊભી થઈ છું.

મારા બધા જ દોસ્તો છૂટી ગયા છે પરંતુ એક છે જે મારા જીવનમાં આવ્યો અને તેણે મને સંભાળી. હજુ સુધી મારા કોઈ બાળકો નથી. પરંતુ હશે તો મને ખૂબ જ ખુશી થશે અને તેમના માટે હું તૈયાર છું. હું હજુ પણ માતાની સાથે ખૂબ જ મસ્તી કરું છું અને તેમનો ખ્યાલ પણ રાખું છું. મને માફ કરજો હું ત્યારે તમારી પાસે ન હતી જ્યારે તમને મારી ખુબ જરુર હતી.

મને લગ્ન થી ડર લાગે છે કેમકે લગ્ન સુધી નો રસ્તો મારે એકલા ચાલવું પડશે. તમે તે કહેવા માટે ત્યાં નહીં હોવું કે બધું જ સારું થશે. હું ખૂબ જ ખુશ છું તમને મારા ઉપર ગર્વ હશે. મારી વાતો કરવાનો એટીટ્યુડ જરાક પણ બદલ્યો નથી અને મારો વજન પણ વધ્યો નથી.

હું બસ તમને એટલું કહેવા માંગું છું કે હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને તમને ખૂબ જ મિસ પણ કરું છું.
આ વખતે પિતા થી રહેવાયું નહીં અને ચાર વર્ષ પછી પહેલી વાર એવું થયું કે પિતાના નંબર ઉપરથી જવાબ આવ્યો અને જવાબ પણ એવો હતો કે જેનાથી લોકોની આંખો નમ થઈ ગઈ.

પ્યારી દીકરી


હું તારો પિતા નથી પરંતુ છેલ્લા ચાર વર્ષથી મને તારા મેસેજ મળી રહ્યા છે. હું તારા સવારના મેસેજ અને રાતના મેસેજ બંને વાંચું છું.

મારું નામ બ્રેડ છે અને 2014માં મેં પોતાની દીકરીને એક કાર એક્સિડન્ટમાં ખોઈ નાખી હતી. તારા મેસેજ મને જીવતો રાખ્યો છે. જ્યારે તું મને મેસેજ કરીને મોકલે છે તો મને એવું લાગે છે કે તે મેસેજ ઉપરવાળાએ મોકલ્યા છે. મને અફસોસ છે કે તે તારા ખૂબ જ પાસેના વ્યક્તિને ખોઈ છે. પરંતુ આટલા વર્ષોથી તને સાંભળી રહ્યો છું. અને તને મોટી થતાં જોઈ રહ્યો છું.

હું વર્ષોથી તારા મેસેજનો જવાબ આપવા માંગતો હતો. પરંતુ તારું દિલ તોડવા માંગતો ન હતો. તો તું એક અસાધારણ મહિલા છે અને હું આશા રાખું છું કે મારી દીકરી પણ પણ તારી જેમ જ હોત. કંઈક રોજે નું અપડેટ નહીં આપવા માટે ખૂબ જ ધન્યવાદ.

તેમણે યાદ અપાવ્યું કે ભગવાન છે અને તેમાં તેમનો કોઈ દોષ નથી કે મારી દીકરી આજે મારી સાથે નથી તેમણે મને દીકરી ના રૂપમાં તને આપી છે.

નાની પરી બધું જ સારું થશે. તું પણ રોજે વિશ્વાસથી ભરેલી રહે અને ઈશ્વર એ તને જે પ્રકાશ આપ્યો છે તેનાથી તું ચમકતી રહે. મને અફસોસ છે કે તારે આ બધા થી ગુજરવું પડે છે. પરંતુ તેનાથી જરા પણ સારું થાય છે તો મને તારા ઉપર ગર્વ થશે. તારું ધ્યાન રાખજે અને હું તારા કાલના અપડેટ ની રાહ જોઇશ.

આ રીતે ૪ વર્ષ પછી તેમના એક નવા પિતા મળી ગયા અને આ મેસેજ એ તેમના જીવનમાં ખુશીઓ ભરી દીધી. એક પિતા ને તેમની દીકરી મળી ગઈ અને એક દીકરી ને તેમના પિતા.

ક્યારેક-ક્યારેક આ પ્રકારની સાચી ઘટનાઓ યાદ અપાવી દે છે કે ભગવાન આપણી આસપાસ જ છે અને આપણા માટે સારું જ વિચારી રહ્યા છે.

Post a comment

0 Comments