શિવલિંગ ની સ્થાપના ક્યાં અને કઈ રીતે કરવી જોઈએ?


તમે બધા જાણો છો કે શ્રાવણ મહિનો મુખ્યત્વે ભગવાન શિવશંકર અને તેમના પરિવારની પૂજા માટે સમર્પિત છે. શ્રાવણ મહિનામાં, લોકો મંદિરોમાં અથવા તેમના ઘરે શિવલિંગની પૂજા કરે છે. તેના પર મુખ્યત્વે ભાંગ, ધતુરા, મદર, બીલીપત્ર વગેરે ચઢાવવામાં આવે છે. જો તમે શિવલિંગ સ્થાપિત કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે તેની વિધિ વિશે જાણવું પડશે. શિવલિંગ ક્યાં અને કેવી રીતે સ્થાપિત કરવું જોઈએ? આ જાણવું ખૂબ મહત્વનું છે. ચાલો તેના વિશે જાણીએ.

શિવપુરાણ અનુસાર, અનુકૂળ અને શુભ સમયમાં, નદીના કાંઠે આવેલા પવિત્ર મંદિરમાં તમારી રુચિ અનુસાર, શિવલિંગ એવી જગ્યાએ સ્થાપિત કરવું જોઈએ, જ્યાં દૈનિક પૂજા-અર્ચના કરી શકાય. પાર્થિક દ્રવ્ય, જલમય દ્રવ્ય થી અથવા તૈજસથી પોતાની રુચિ અનુસાર ફળદાયક લક્ષણો સાથે શિવલિંગ નું નિર્માણ કરી તેની પૂજા કરવાથી પૂજા કરનારને સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. ઉત્તમ લક્ષણોથી યુક્ત શિવ લિંગને પીઠ સહીત સ્થાપિત કરવું જોઈએ.

શિવલિંગની પાછળનો ભાગ મંડલાકાર અથવા ગોળ, ચોરસ, ત્રિકોણ હોવો જોઈએ. શિવલિંગનું નિર્માણ પહેલા માટી, પથ્થર અથવા લોખંડ વગેરેથી કરવું જોઈએ. જે સામગ્રીમાંથી શિવલિંગ બનાવવામાં આવે છે તેની પીઠ પણ બનાવવી જોઈએ.

લિંગની લંબાઈ નિર્માણકર્તા અથવા સ્થાપના કરવાવાળા વ્યક્તિની 12 આંગળીઓ જેટલી હોવી જોઈએ. આવા શિવલિંગ સંપૂર્ણ માનવામાં આવે છે. જો આ કરતા ટૂંકા હોય, તો ફળમાં કમી આવે છે, જો વધુ હોય તો દોષની વાત નથી.

શિવલિંગની પસંદગી કર્યા પછી, પુજારીની મદદથી, તેને યોગ્ય રીતે સ્થાપિત કરો અને નિયમિતપણે તેની પૂજા કરો. શિવલિંગની પૂજામાં એજ સામગ્રી અર્પણ કરો, જેનો ઉલ્લેખ અગાઉ શિવ પૂજનની વિધિમાં બતાવવામાં આવી છે. શિવપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે જો શિવલિંગને નિયમ રીતે દર્શનમાત્ર કરી લીધું તો તે પણ કલ્યાણપ્રદ હોય છે.

Post a comment

0 Comments