સંસાર ની રીત : એકવાર ની વાત છે એક શહેર માં એક ખુબજ મશહૂર ચિત્રકાર રહેતો હતો એક દિવસ ચિત્રકાર એ ખુબજ ખુબસુરત તસ્વીર બનાવી અને


એકવાર ની વાત છે એક શહેર માં એક ખુબજ મશહૂર ચિત્રકાર રહેતો હતો.

એક દિવસ ચિત્રકાર એ ખુબજ ખુબસુરત તસ્વીર બનાવી અને શહેર ની વચ્ચે ચોકમાં જઈ ને લગાવી દીધી અને નીચે લખ્યું હતું જેના આ તસ્વીર માં કોઈ પણ ભૂલ દેખાય તે ત્યાં નિશાન લગાવી દે.

હવે સાંજે ચિત્રકાર પાછો જાય છે અને તે તસ્વીર ને જોવે છે. તસ્વીર ને જોતાંની સાથેજ ચિત્રકાર ખુબજ આશ્ચર્ય માં પડી જાય છે કેમ કે સંપૂર્ણ તસ્વીર માં નિશાન હોય છે અને તે તસ્વીર ખરાબ થઇ ચુકી હતી.


તે ચિત્રકાર ને તેને જોઈને ખુબજ દુઃખ થયું.

તેને કઈ પણ સમજ આવી રહ્યું ન હતું કે હવે તે શું કરે. તે દુઃખી થઇ ને બેઠો હતો.

ત્યારેજ ચિત્રકાર નો એક મિત્ર ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. તેને તેને પૂછ્યું કે "દોસ્ત શું થયું, આટલો ઉદાસ અને દુઃખી કેમ બેઠો છે."

ચિત્રકાર એ સંપૂર્ણ ઘણા વિષે તેમના મિત્રને વાત કરી.

ત્યારે દોસ્ત એ કહ્યું કે "એક કામ કરો કાલે એક બીજી તસ્વીર બનાવ અને તેના પર લખજે કે જેને પણ આ તસ્વીર માં જ્યાં પણ ભૂલી દેખાઈ તેને તે સુધારે."

આગળના દિવસે ચિત્રકારે કંઈક આવુજ કર્યું. તસ્વીર બનાવી અને ચોક પર રાખી દીધી.

તે સાંજે તેને જઈને તે તસ્વીર ને જોઈ તો તે તેણે જોયું કે તસ્વીર પર કોઈએ કઈ પણ કર્યું નથી. તસ્વીર જેવી હતી તેવીજ છે.

હવે ચિત્રકાર ને સંસાર ની રીત સમજ આવી ગઈ હતી. તેને સમજ માં આવી ગયું હતું કે "ખામી કાઢીવી, નિંદા કરવી, બીજાનું ખરાબ કરવું ખુબજ સરળ છે પરંતુ તે ખામી ને દૂર કરવી ખુબજ કઠિન હોય છે."

શિક્ષા : આપણે આપણી એનર્જી ને બીજાનું ખરાબ કરવામાં અથવા તો બીજાની ખામી કાઢવામાં બર્બાદ ના કરવી જોઈએ. પોતાની એનર્જી ને રચનાત્મક કર્યો માં લગાવો. જો ખામી કાઢવીજ હોય તો પોતાની ખામી કાઢો અને તેમને દૂર કરવાનો પ્રયાસ કરો.

Post a comment

0 Comments