જાણો, ક્યારે છે ગુરુ પૂર્ણિમા અને શું છે તેમનું ધાર્મિક મહત્વ


5 જુલાઈ એ ગુરુ પૂર્ણિમા છે. તેને અષાઢ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે ગુરુની સેવા અને પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે અને માનવામાં આવે છે કે ગુરુ બિન જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તેથી, જીવનના દરેક તબક્કે ગુરુ નું રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુરુ એટલે જ્ઞાન. ગુરુના સાનિધ્યમાં રહીને ગુરુની સેવા અને ભક્તિ કરવાથી વ્યક્તિને સારી સદબુદ્ધિ અને શક્તિ મળે છે. ઉપરાંત, જીવનનો માર્ગ પ્રશસ્ત થાય છે. આવો, ગુરુ પૂર્ણિમાનું શુભ મુહર્ત, મહત્વ અને પૂજા વિધિ જાણીએ.

ગુરુપૂર્ણિમાનું મહત્વ

જીવનમાં ગુરુનું ઘણું મહત્વ છે. ગુરુ શિષ્યના જીવનમાં રહેલા અંધકારને દૂર કરીને પ્રકાશ ફેલાવે છે. ધાર્મિક ગ્રંથોમાં લખ્યું છે કે વ્યક્તિ ઇચ્છા પ્રાપ્તિ કરવા માટે ભગવાનની ભક્તિ કરે છે. તે જ રીતે વ્યક્તિએ જીવનમાં સફળ થવા માટે ગુરુની સેવા અને ભક્તિ કરવી જોઈએ. સાથે જ ગુરુની પ્રાપ્તિ માટે પણ પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ દિવસે મહાન ઋષિ અને ગુરુ વેદ વ્યાસનો જન્મ થયો છે. તેથી ગુરૂ પૂર્ણિમા અષાઢ પૂર્ણિમા ના દિવસે ઉજવવામાં આવે છે.

ગુરુ પૂર્ણીમા તિથિ

આ દિવસ સવારે પૂજા કરવાનો શુભ સમય છે. આ સિવાય ચોગડિયા તિથિ પ્રમાણે કોઈ પણ પૂજા કરી શકે છે. હિન્દી પંચાંગ મુજબ પૂર્ણિમા 4 જુલાઇને સવારે 11 વાગ્યે 33 મિનિટ એ શરૂ થશે અને 5 જુલાઈને સવારે 10 વાગ્યે 13 મિનિટ એ સમાપ્ત થશે.

ગુરુપૂર્ણિમા પૂજા વિધિ

આ દિવસ દરેક વ્યક્તિ માટે છે. ખાસકરીને વિદ્યા અર્જન કરવા વાળા લોકો ના માટે આ દિવસ પોતાના ગુરુ ની સેવા અને ભક્તિ કરી જીવન સફળ થવાનો આશીર્વાદ જરૂર પ્રાપ્ત કરવો જોઈએ. સાથે વિદ્યા ની દેવી માતા શારદા ની જરૂર થી પૂજા કરવી જોઈએ.

આ દિવસ પ્રાતઃ કાળ બ્રહ્ન મુહર્ત માં ઉઠીને નિયમિત દિવસ ની જેમ પૂજા કરો. ત્યારબાદ પરમ પિતા પરમેશ્વર સહીત બધાજ દેવી અને દેવતાઓ થી આશીર્વાદ પ્રાપ્ત કરો. તત્પશ્ચાત પોતાના ગુરુ ની સેવા શ્રદ્ધા ભાવ થી કરો. સંધ્યાકાળ માં સામર્થ્ય અનુસાર દાન-દક્ષિણા આપીને તેમના આશીર્વાદ લો.

Post a comment

0 Comments