ગુરુ ની સામે આ 8 કામ ના કરવા જોઈએ, રાશિ અનુસાર ગુરુ ને આપો આ વસ્તુઓ ભેટ


હિન્દૂ ઘરમાં માં ગુરુ ને ભગવાન નો દરજ્જો આપવામાં આવ્યો છે, કેમ કે ગુરુ જ પોતાના શિષ્યો ને અજ્ઞાન ના અંધકાર થી જ્ઞાન નો પ્રકાશ તરફ લઇ જાય છે.

ગુરુ ના મહત્વ ને સમજવા માટે પ્રતિવર્ષ અષાઢ મહિના ની પૂર્ણિમા એ ગુરુ પૂર્ણિમા (5 જુલાઈ, રવિવાર) નો પર્વ મનાવવા માં આવે છે. ધર્મ ગ્રંથો ના અનુસાર, આ દિવસે જે વ્યક્તિ ગુરુ નો આશીર્વાદ પ્રાપ્ત કરે છે, તેમનું જીવન સફળ થઇ જાય છે. ગુરુ ની સામે શું ના કરવું જોઈએ, જાણો

1. શિષ્ય એ ગુરુ ની સમાન આસાન પર બેસવું જોઈએ નહિ. જો ગુરુ જમીન પર બેસેલા હોય તો શિષ્ય પણ જમીન પર બેસી શકે છે.

2. ગુરુ ની સામે દીવાલ અથવા કોઈ પણ વસ્તુ નો ટેકો રાખીને ના બેસો, તેમની સામે પગ ફેલાવીને ના બેસો.

3. ગુરુ સામે ક્યારેય પણ અશ્લીલ શબ્દો નો પ્રયોગ ના કરો. ગુરુ ની બધીજ વાતો માનવી જોઈએ.

4. જયારે પણ ગુરુ ને મળવા માટે જાઓ તો ખાલી હાથ ન જવું જોઈએ, કંઈક ને કંઈક ભેટ જરૂર સાથે લેવી જોઈએ.

5. ગુરુ સામે સામાન્ય કપડાં પહેરીનેજ જવું જોઈએ. ઘન નું પ્રદર્શન ગુરુ સામે ના કરવું જોઈએ.

6. ગુરુ જયારે પણ કોઈ જ્ઞાન ની વાત કહી રહ્યા હોય તો તેને મન લગાવીને સાંભળવું જોઈએ, આળસ ન કરવી જોઈએ.

7. ગુરુ નું નામ લેતા સમયે તેમના નામ ની આગળ આદરણીય અથવા પરમપૂજ્ય જેવા શબ્દો નો ઉપયોગ જરૂર થી કરવો જોઈએ.

8. સ્વયં ક્યારેય ગુરુ નું ખરાબ ન બોલવું જોઈએ. જો કોઈ પણ ગુરુ નું ખરાબ કહી રહ્યું છે તો પોતા સ્વયં ત્યાંથી ઉભું થઇ ને ચાલી જવું જોઈએ.

આ દિવસ ગુરુ ને રાશિ અનુસાર ઉપહાર માં દેવાનું પણ વિશેષ મહત્વ છે. જાણીએ રાશિ અનુસાર ગુરુ ને શું ઉપહાર આપો.

1. મેષ, તુલા, મકર તેમજ કર્ક રાશિ વાળા લોકો પોતાના ગુરુ ને સફેદ કપડાં, ચોખા, સફેદ મીઠાઈ અથવા તો અન્ય કોઈ સફેદ વસ્તુ ઉપહાર માં આપી શકે છે.

2. વૃષભ, સિંહ, વૃષિક તેમજ કુંભ રાશિ વાળા લોકો પોતાના ગુરુ ને લાલ વસ્ત્ર, લાલ ફળ, અનાજ ભેટ કરી શકે છે. તેમના શુભ ફળ પ્રાપ્ત થઇ શકે છે.

3. મિથુન, કન્યા, ધનુ તેમજ મીન રાશિ વાળા લોકો પોતાના ગુરુ ને પીળા રંગ ના ફળ, કપડાં મીઠાઈ વગેરે વસ્તુઓ ઉપહાર માં આપશો તો શુભ રહેશે.

Post a comment

0 Comments