બાળપણ માં કંઈક આવી દેખાતી હતી ધક-ધક ગર્લ, જુઓ માધુરી દીક્ષિતની ના જોયેલી તસવીરો


માધુરી દીક્ષિત 15 મેં એ પોતાનો 53મો જન્મદિવસ મનાવ્યો છે. ડાંસિંગ ક્વીન માધુરી લોકડાઉન માં પોતાના બાળકો ને તબલા અને કથક ની ટ્રેનિંગ આપતી નજર આવી રહી છે. ત્રણ વર્ષની ઉંમરથી કથક શીખી રહેલી માધુરી નો જન્મ મુંબઈના એક મરાઠી મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો.


ફિલ્મોમાં આવ્યા પછી તેમની અદાકારી ની સાથે જ ખૂબસૂરતીની ચર્ચા દુનિયાભરમાં ફેલાયેઈ હતી અને સૌથી ખાસ વાત એ હતી કે તે જાદુ આજે પણ કાયમ છે. ફિલ્મો ના પ્રતિષ્ઠિત એવોર્ડ થી લઈને પદ્મશ્રી સુધી મેળવી ચૂકેલી માધુરી ની ન જોયેલી તસવીરો આજે અમે તમને દેખાડવા જઈ રહ્યા છીએ.


માધુરી દીક્ષિત ખૂબ સારી એક્ટ્રેસ હોવાની સાથે ટ્રેન્ડ કથક ડાન્સર પણ છે પરંતુ કરિયરની શરૂઆતમાં તેમને ફિલ્મોમાં વધુ સફળતા મળી નહીં. પછી ધીમે ધીમે તેમને ફિલ્મોમાં સફળતા મળવાની શરૂ થઈ. ધક ધક ગર્લ ના નામથી મશહૂર માધુરીએ 1992માં ફેન્સના દિલ થોડી અચાનક જ શ્રીરામ નેને સાથે લગ્ન કરી અમેરિકા વસવાનો નિર્ણય કરી લીધો હતો.
પોતાના લગ્નમાં પણ માધુરી ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. તેમણે ગોલ્ડન કલરનો લહેંગો અને લાલ રંગની ચુંદડી ઓઢી હતી. લગ્ન પછી થયેલા રિસેપ્શનમાં બોલીવુડ ના લગભગ બધા જ મોટી હસ્તીઓ પહોચી હતી. મધુરી ના બે દીકરા છે રિયાન નેને અને એરિન નેને.


માધુરી દીક્ષિત ની પાસે માઇક્રોબાયોલોજી ની ડિગ્રી છે. તેમણે મુંબઈના વિલેપાર્લે ના કોલેજથી અભ્યાસ કર્યો છે. માધુરીએ ક્યારેય વિચાર્યું પણ ન હતું કે તે ક્યારેય ફિલ્મમાં એક્ટિંગ કરશે. માધુરી દીક્ષિતે પોતાની કરિયરની શરૂઆત વર્ષ 1984માં રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ 'અબોધ' થી કરી હતી.


માધુરીના ફેન્સ ફક્ત સાધારણ લોકો જ નહીં પરંતુ ખાસ લોકો પણ છે. જેમાંથી એક હતા મશહૂર પેન્ટર એમ એસ હુસેન. તેમણે માધુરી ની હમ આપકે હે કોન લગભગ 67 જોઈ હતી. કહે છે કે માધુરી ની ફિલ્મ આજા નચલે થી કમબેક કર્યું તો પેઈન્ટર હુસેન એ સંપૂર્ણ થિયેટર બુક કરાવી લીધું હતું.


પોતાના ફિલ્મી કરિયરમાં માધુરી ક્યારેય પણ કોન્ટ્રોવર્સી માં ફસાયેલી નથી પરંતુ વિનોદ ખન્નાની સાથે આવેલી ફિલ્મ દયાવાન માં કરેલા કિસ સીન ઘણો વિવાદ માં હતો. લોકોએ તેમની ઘણી આલોચના કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં માધુરીએ ખુદ કહ્યું હતું કે તેમણે આ સીનને કરવો જોઈતો હતો નહીં.

Post a comment

0 Comments