અદભુત છે માતા રાણી નો આ દરબાર, દર્શન કરવાથી મનોકામના થાય છે પૂર્ણ


આપણા દેશમાં એવા ઘણા બધા પ્રાચીન મંદિર અને પવિત્ર સ્થાન છે જેમના કારણે આપણો દેશ ધાર્મિક દેશોમાંથી એક માનવામાં આવે છે. હંમેશા લોકો મંદિરમાં જઈને પોતાના માટે પ્રાર્થના કરે છે. આ મંદિરના પ્રત્યે લોકોની અતૂટ આસ્થા જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે કે જો ભક્ત પોતાના સાચા મનથી મનોકામના માંગે છે તો તેમની બધી જ ઈચ્છા ભગવાન પૂરી કરે છે.

આજે અમે તમને દેવી માનુ એક એવું મંદિર વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જ્યાં દર્શન કરવા માટે દેશના ખૂણે ખૂણેથી શ્રધ્ધાળુ આવે છે અને તે 51 શક્તિપીઠોમાં થી એક માનવામાં આવે છે. અમે તમને જે મંદિર વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ તે મંદિર માં વિંધ્યવાસિની નું છે. આદ્યશક્તિ વિંધ્યવાસિની ધામ માં વર્ષ ભરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ લાગેલી રહે છે. પરંતુ શારદીય અને ચૈત્ર નવરાત્રિમાં આ મંદિરમાં લોકો દેશના ખૂણે ખૂણેથી આવે છે. આ સમય દરમિયાન ભક્તો ની ભારે ભીડ જોવા મળે છે.આ મંદિરના પૂજારી નું એવું કહેવું છે કે જોઈએ તો રોજે ભક્તો અહીં પર માતાના દર્શન કરવા માટે આવે છે પરંતુ નવરાત્રીના દિવસોમાં અહીં શ્રદ્ધાળુઓની ભારે ભીડ લાગે છે અને નવરાત્રિના દરમિયાન રોજે લગભગ દોઢ લાખથી અઢી લાખ શ્રદ્ધાળુ માતા રાણી ના દર્શન કરવા માટે આવે છે. અહીં પર 12 કિલોમીટર અંતર માં ત્રણ પ્રમુખ દેવીઓનું અષ્ટભૂજા પહાડ ઉપર અષ્ટભુજી દેવી, કાલી ખોહ પહાડી ઉપર મહાકાળીના સ્વરૂપે ચામુંડા દેવી વિરાજમાન છે અને તેમની વચ્ચે ત્રીજી દેશી મહાલક્ષ્મીજીના રૂપમાં વિંધ્યવાસિની વિરાજમાન છે.


આ મંદિરના વિશે એવું માનવામાં આવે છે કે નવરાત્રીના દિવસોમાં નવ દિવસો સુધી માં ભગવતી મંદિરના છત ની ધજામાં વિરાજમાન રહે છે અને કોઈ પણ શ્રદ્ધાળુ તેમના દર્શન કર્યા વગર પાછા જતા નથી. એવું કહેવામાં આવે છે કે ધજા ના દર્શન થવા ઉપર શ્રદ્ધાળુઓ પોતાની યાત્રા સફળ માને છે. માન્યતા અનુસાર માં વિંધ્યવાસિની નવરાત્રિમાં ધજામાં વાસ કરે છે. અહીંના પૂજારી કહે છે કે માં વિંધ્યવાસિની શક્તિપીઠ ના દર્શન વર્ષભર શ્રદ્ધાળું કરી શકે છે પરંતુ નવરાત્રીના દિવસોમાં અહીં વિશેષ મહત્વ માનવામાં આવે છે. અહીં પણ નવરાત્રીના દિવસોમાં 24 કલાક માતા ના દર્શન થાય છે. નવરાત્રિમાં માતા રાણી ના વિશેષ શૃંગાર પણ કરવામાં આવે છે.

માં વિંધ્યવાસિની 51 શક્તિપીઠો માંથી એક માનવામાં આવે છે. અન્ય શક્તિપીઠમાં દેવીના અલગ-અલગ અંગો નું પ્રતીક ના રૂપમાં તેમની પૂજા થાય છે. એવું કહેવામાં આવે છે કે જો ભક્ત અહીં પર પોતાના સાચા દિલથી માતા રાણી ની પૂજા કરે છે તે ક્યારેય વ્યર્થ થતી નથી. માતા રાણી પોતાના ભક્તોની બધી જ મનોકામના પૂરી કરે છે.


રોજે અહીં પર હજારો લાખો ની સંખ્યા માં ભક્તો માતા રાણી ના દરબાર માં પોતાનું માથું ટેકવવા આવે છે અને માતા રાણી ની પૂજા કરે છે. માતાના મંદિરમાં નવરાત્રીના દિવસોમાં તાંત્રિકો નો પણ જમાવડો લાગેલો રહે છે. અડધી રાત પછી રુવાટા ઊભા કરી દેવા વાળી અહીં પર પૂજા આરંભ થાય છે. તાંત્રિક અહીં પર પોતાની તંત્ર વિદ્યા સિદ્ધ કરે છે. જો તમે આ મંદિરમાં માતા રાણી ના શણગારની સામગ્રી દેવા ઇચ્છો છો તો તમે પણ જઈ શકો છો. અહીં પર લગાતાર પૂજન કરવા વાળા પુરોહિત હોય છે. અહીં પર શૃંગારની સામગ્રી આપી શકો છે. શૃંગાર થઈ જવા પછી સૌથી પહેલાં શૃંગાર કરાવવા વાળા ના દર્શન ની વ્યવસ્થા અહીં પર છે.

Post a comment

0 Comments