બંને દેશો ની બેઠક માં ચીન એ ઉઠાવ્યો 59 ચાઇનીજ એપ બૈન કરવાનો મુદ્દો, ભારત એ આપ્યો કરારો જવાબ


પૂર્વી લદ્દાખમાં તણાવ વચ્ચે ભારત સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લાદ્યો હતો. ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકાયા બાદ ચીન પૂર્ણ રીતે આગ બબુલુ થઈ ગયું છે. બંને દેશો વચ્ચે તાજેતરમાં યોજાયેલી બેઠકમાં ચીને ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જેના જવાબમાં ભારત સરકારે કહ્યું કે જે એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તે ફક્ત અને ફક્ત માત્ર દેશની આંતરિક સલામતી માટે લાદવામાં આવી છે.

સરકારી સૂત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે રાજનયિક સ્તરે બંને દેશો વચ્ચેની બેઠક દરમિયાન, ચીની પક્ષએ મોબાઇલ પર ચીની 59 એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય પક્ષે ચીનને સ્પષ્ટ કરી દીધું છે કે સુરક્ષાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે અને તે ઈચ્છતા નથી કે ભારતના નાગરિકોને લગતા ડેટામાં કોઈપણ પ્રકાર ના છેડછાડ કરવામાં આવે.

ટિક ટોક, વીચેટ અને યુસી બ્રાઉઝર પર લગાવવા માં આવ્યો પ્રતિબંધ

ભારતે તાજેતરમાં દેશની સંપ્રભુતા અને સુરક્ષાની કાળજી લેતા 59 ચાઇનીઝ મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો છે અને ટિક ટોક, વીચેટ, હેલો અને યુસી બ્રાઉઝર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સહિતની અન્ય એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો છે.

ચીનની કંપનીઓ આ એપ્સ દ્વારા ડેટા એકત્રિત કરી રહી છે અને તેમને બહાર પણ મોકલી રહી છે તેવી ગુપ્તચર એજન્સીઓને મળેલી માહિતી પછી જૂન 29 માં ભારત સરકારે મોટાભાગના એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

કલમ 69 એ હેઠળ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે

કહી દઈએ કે આ 59 ચાઇનીઝ એપ્લિકેશનને પ્રતિબંધ સૂચના પ્રૌદ્યોગિક અધિનિયમની કલમ 69 એ હેઠળ પ્રતિબંધિત લગાવવા માં આવ્યો છે, જે માહિતી તકનીકીની સંબંધિત જોગવાઈઓ સાથે સંકળાયેલ છે.

59 ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યા પછી, ચીનના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી કે આંતરરાષ્ટ્રીય રોકાણકારોના કાનૂની અધિકારની સુરક્ષા કરવી તે ભારતની ફરજ હતી.

Post a comment

0 Comments