વરાછા અને કતારગામ વિસ્તારમાં કોરોના કેસ વધતા તમામ પાન ના ગલ્લા 5 જુલાઈ થી આટલા દિવસ માટે રહેશે બંધ


શહેર જિલ્લામાં દિવસે ને દિવસે કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ કેસ કતારગામ અને વરાછા ઝોન વિસ્તારમાં વધુ વધતા હોવાના કારણે પાલિકા દ્વારા 5 જુલાઈથી સાત દિવસ માટે પાનના ગલ્લાઓ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જેથી આજથી કતારગામ અને વરાછા વિસ્તારમાં પાનના ગલ્લા પર ટોળા જોવા મળ તે ગલ્લાને બંધ કરાવવામાં આવી રહ્યા છે. જ્યારે અન્ય ઝોનમાં પણ ચારથી વધુ લોકો ભેગા થયા હોય એવા વિસ્તારના પાનના ગલ્લાઓ બંધ કરાવવા આદેશ કરવામાં આવ્યો છે.

પાલિકા કમિશનર બંછાનિધી પાની દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાં જણાવ્યું છે કે, સુરત શહેરના તમામ વિસ્તારમાં આવેલા તમામ પાનના ગલ્લા અને પાનની દુકાનોમાં લોકોની ભીડ થાય છે. તેઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવતું નથી અને માસ્ક પણ પહેરવામાં આવતા નથી. તેઓ દ્વારા રસ્તા પર પાન-માવા ખાઈને થુક્તાં હોવાનું ધ્યાને આવ્યું છે.

જેના કારણે કોરોનાના દિનપ્રતિદિન સંક્રમણ વધી રહ્યું છે. જેથી વરાછા-એ ઝોન, વરાછા-બી ઝોન અને કતારગામ ઝોન વિસ્તારમાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે તે વિસ્તારના તમામ પાનના ગલ્લા સાત દિવસ માટે બંધ રાખવા આદેશ કરવામાં આવે છે. અન્ય ઝોન વિસ્તારમાં પણ પાનના ગલ્લામાં 4થી વધુ લોકોને ભીડ ન કરવા આદેશ આપવામાં આવે છે. આ સાથે જાહેર થુંકવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ આદેશ 5 જુલાઈથી લાગુ થશે.

Post a comment

0 Comments