અભિનેતા પ્રતીક ગાંધી નો કોવીડ-19 ટેસ્ટ પોજીટીવ, પત્ની અને ભાઈ પણ કોરોના સંક્રમિત


અભિનેતા પ્રતીક ગાંધી કોવિડ 19 પોજીટીવ હોવાનું જાણવા મળ્યું છે. પ્રિતિક સાથે તેની પત્ની ભામિની ઓઝા અને તેનો ભાઈ કોરોના સંક્રમિત છે. પ્રતીક ગાંધીએ એક ટ્વિટમાં માહિતી આપી છે કે તેમનો પરીવાર ના બે સભ્યો સહીત તેમનો ટેસ્ટ પોજીટીવ આવ્યો છે.


પ્રતીકે પોતાના ટ્વિટમાં લખ્યું કે 'સકારાત્મક થયા પછી અમે તેને ગંભીરતાથી લીધું છે. હું અને મારી પત્ની હોમ ક્વોરેન્ટાઇન પર છીએ જ્યારે મારો ભાઈ હોસ્પિટલમાં દાખલ છે. અમે બધા વાયરસ સામે મજબૂત લડાઈ લડી રહ્યા છીએ. મિત્રો અને કુટુંબીઓની હૂંફ, ટેકો અને પ્રાર્થનાઓ નો સાથ મળ્યો. '
પ્રિતિક ગુજરાતી હિટ ફિલ્મો બે યાર, રોંગ સાઈડ રાજુ અને લવ ની ભવાઇમાં જોવા મળ્યા છે. હિન્દીમાં, તેણે મિત્રો અને સલમાન ખાનની લવાયાત્રીમાં અભિનય કર્યો છે. પ્રતીક ટૂંક સમયમાં હંસલ મહેતાની સિરીઝ સ્કેમ 1992 માં જોવા મળશે.


હંસલ મહેતાએ ઇન્સ્ટાગ્રામ પર પ્રિતિકની જલ્દી ઠીક થવાની કામના કરી છે. હંસલ મહેતાએ લખ્યું, 'ચેમ્પિયન, જલ્દી ઠીક થઈ જા. તમારી પોજીટીવથી વાયરસને હરાવો. ' જણાવી દઈએ કે શનિવારે મહારાષ્ટ્રમાં કોવિડ 19 ના કુલ કેસ ત્રણ લાખને વટાવી ગયા છે.


ગયા એક અઠવાડિયામાં બોલીવુડ અને ટીવીની દુનિયાના ઘણા મોટા નામ કોરોના ની ચપેટ માં આવ્યા છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન એક અઠવાડિયા માટે હોસ્પિટલમાં દાખલ છે. બાદમાં એશ્વર્યા અને આરાધ્યા પણ કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. આ સિવાય અનુપમ ખેરની માતા, તેનો ભાઈ અને ભાભી પણ કોરોનાનો શિકાર બન્યા હતા. એક ટ્વીટમાં અનુપમ ખેરે કહ્યું હતું કે તેની માતાની હાલત માં સુધાર છે.

Post a comment

0 Comments