પૂજા ઘરમાં રાખવામાં આવતી ઘંટડીના પાંચ રહસ્ય તમે પણ નહીં જાણતા હોવ તો જરૂરથી જાણી લો કે શા માટે આપણે ઘંટડી નો વપરાશ કરવો જોઇએ


હંમેશા મંદિર અથવા તો ઘરના પૂજા ઘરમાં આપણે જોયું હશે કે ત્યાં ઘંટડી હોય છે. મંદિરના દ્વાર ઉપર અને વિશેષ સ્થાનો ઉપર ઘંટડી અથવા તો તેનાથી મોટી ઘંટડી લગાવવાના પ્રચલન પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. આ ઘંટડીઓ ચાર પ્રકારની હોય છે. ગરુડ ઘંટડી, દ્વાર ઘંટડી, હાથ ઘંટડી અને મોટી ઘંટડી.

ગરુડ ઘંટડી : ગરુડ ઘંટડી નાની હોય છે જેને એક હાથથી વગાડવામાં આવે છે.

દ્વાર ઘંટડી : આ દ્વાર ઉપર લટકાવેલી હોય છે તે નાની અને મોટી બંને આકારની હોય છે.

હાથ ઘંટડી : પિત્તળની એક ગોળ મોટી પ્લેટ જેમ  હોય છે જેમને લાકડા દ્વારા વગાડવામાં આવે છે.

મોટી ઘંટડી : તે ખૂબ જ મોટી આકારની હોય છે. ઓછામાં ઓછા પાંચ ફૂટ લાંબી અને પહોળી હોય છે તેમને વગાડવાથી અવાજ ઘણા કિલોમીટર સુધી પહોંચે છે.

તો ચાલો આજે આપણે જાણીએ કે ઘંટડી શા માટે રાખવામાં આવે છે તેમજ વગાડવામાં આવે છે? તેમને સંબંધિત પાંચ કારણો વિશે આપણે આજે જાણીએ.

હિંદુ ધર્મ શ્રુષ્ટિની રચનામાં ધ્વનિનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન માનવામાં આવે છે. ધ્વની થી પ્રકાશ ની ઉત્પત્તિ અને બિંદુ રૂપ પ્રકાશ ધ્વનિ ની ઉત્પત્તિ નો સિદ્ધાંત હિંદુ ધર્મ નો જ છે. જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારે નાદ હતો. ઘંટડી ની ધ્વનિ ને તે નાદ નું પ્રતીક માનવામાં આવે છે. આ નાદ ઓમકારના ઉચ્ચારણ થી પણ જાગ્રત થાય છે.

જે સ્થાનો ઉપર ઘંટડી વગાડવા ની ધ્વનિ નિયમિત રૂપથી આવે છે ત્યાંનું વાતાવરણ હંમેશા શુદ્ધ અને પવિત્ર બનેલું રહે છે. તેનાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. નકારાત્મકતા દૂર થવાથી સમૃદ્ધિ ના દ્વાર ખૂલે છે. સાંજે અને સવારે ઘંટડી નિયમિત રૂપથી વગાડવાનો નિયમ છે અને તે પણ તાલ પૂર્વક.

ઘંટડી ને કાળનું પ્રતીક પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પ્રલયકાળ આવશે ક્યારે આ જ પ્રકારનો નાદ એટલે કે અવાજ પ્રગટ થશે.

સ્કંદ પુરાણના અનુસાર મંદિરમાં ઘંટડી વગાડવા થી માનવ ના સો જન્મોના પાપ નષ્ટ થઇ જાય છે અને એ પણ કહેવામાં આવે છે કે ઘંટડી વગાડવાથી દેવતાઓના સમક્ષ તમારી ઉપસ્થિતિ લાગી જાય છે.

Post a comment

0 Comments