શું તમને ખબર છે ભારતની સૌથી મોટી સ્કુલ ક્યાં સ્થિત છે


ભારતની જ નહિ પરંતુ દુનિયાની સૌથી મોટી સ્કુલ આપણા દેશમાં જ છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ માં બનાવેલી સ્કૂલ દેશમાં જ નહીં પરંતુ દુનિયા માં ખૂબ જ મશહૂર છે. તો ચાલો જાણીએ દુનિયાની સૌથી મોટી સ્કુલ ના વિશે.


લખનવ ની સીટી મોન્ટેસરી સ્કુલ દુનિયાની સૌથી મોટી સ્કુલ છે. બાળકોની સંખ્યાના કિસ્સામાં સ્કૂલ સૌથી મોટી છે. આ સ્કૂલમાં લગભગ 55,000 બાળકો અભ્યાસ કરે છે. સાથે જ આ સ્કૂલમાં 4500 લોકોનો સ્ટાફ છે. લખનઉ શહેર માં સ્કૂલ ના અઢાર કેમ્પસ છે.


આ સ્કૂલ ની શરૂઆત વર્ષ 1959 માં પાંચ બાળકોથી થઈ હતી. તે સમયે 300 રૂપિયાની લાગત થી શરૂ કરવામાં આવી હતી અને આ આજે સ્કૂલ નું નામ ગિનીસ બુક ઓફ રેકોર્ડ માં દર્જ છે. આ સ્કૂલની સ્થાપના ડોક્ટર જગદીશ ગાંધી અને ભારતી ગાંધી દ્વારા કરવામાં આવી હતી. હવે આ સ્કૂલ ICSE બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત છે.વર્ષ 2005માં આ સ્કૂલ એ 29,212 વિદ્યાર્થીઓ સાથે રેકોર્ડ બનાવી લીધો હતો. તેના પહેલા સુધી આ રેકોર્ડ ફિલિપિન્સ ના મનિલા સ્થિત રીજાલ હાઈસ્કુલ ના નામે હતો જેમાં 19,378 વિદ્યાર્થી હતા.


આ સ્કૂલમાં 2500 શિક્ષક છે. 3700 કોમ્પ્યુટર અને 1000 ક્લાસરૂમ છે. જ્યાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ આ બધી જ સુવિધાઓ માટે માતા-પિતા ને સારી એવી કિંમત ચૂકવવી પડે છે.

Post a comment

0 Comments