કારગિલ વિજય દિવસ : 'બોર્ડર' થી લઈને 'ઉરી' સુધી, દિલ માં દેશભક્તિ જગાવી દે છે આ છ શાનદાર ફિલ્મ


26 જુલાઈ એ ભારત માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસ દેશભરમાં કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ રવિવારે ભારત 21 મો કારગિલ વિજય દિવસ ઉજવશે. 26 જુલાઇ 1999 ના રોજ ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી. વિજય દિવસ પર કારગિલમાં શહીદ થયેલા વીરોની યાદમાં કરવામાં આવે છે. હિન્દી સિનેમા પણ ઘણી વાર ભારતની સીમા પર હાજર વીરો અને ઘટનાની કહાનીઓ બતાવે છે. કારગિલ વિજય દીવસ નિમિત્તે અમે તમને બોલીવુડની તે ફિલ્મોનો પરિચય આપીશું જે દેશભક્તિથી પ્રેરિત છે.


ફિલ્મ-બોર્ડર વર્ષ 1997 માં, જેપી દત્તાએ 1971 માં ભારત-પાકિસ્તાન યુદ્ધની ઘટનાથી પ્રેરાઈને રાજસ્થાનની સરહદ પર ફિલ્મ બોર્ડર બનાવી હતી. આ ફિલ્મમાં તે બધું જોવા મળ્યું જે દેશભક્તિથી પ્રેરિત ફિલ્મમાં હોવું જોઈએ. સની દેઓલ, સુનીલ શેટ્ટી, અક્ષય ખન્ના, જેકી શ્રોફ, પુનીત ઇસ્સાર, સુદેશ બેરી જેવા કલાકારોએ ફિલ્મ બોર્ડરમાં અભિનય કરીને પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં હતાં.
ફિલ્મ- એલઓસી: કારગિલ આ ફિલ્મ વર્ષ 2003 માં રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મ એલઓસી પર વર્ષ 1999 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધની કહાની જણાવે છે. એલઓસી: કારગિલ ફિલ્મનું નિર્દેશન જે.પી.દત્તાએ કર્યું હતું. તેમાં અજય દેવગન, સૈફ અલી ખાન, અભિષેક બચ્ચન, રાની મુખર્જી, કરીના કપૂર, મોહનીશ બહલ, સુનીલ શેટ્ટી, અરમાન કોહલી, સંજય દત્ત, નાગાર્જુન, અક્ષયે ખન્ના, મનોજ બાજપેયી, આશુતોષ રાણા, ઇશા દેઓલ અને રવિના ટંડન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં ભારતીય સૈનિકોની બહાદુરી અને અદમ્ય સાહસ બતાવવામાં આવ્યું છે.


ફિલ્મ- લક્ષ્ય આ એક વોર-ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં રિતિક રોશન, પ્રીતિ ઝિન્ટા અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા. લક્ષ્ય ફિલ્મ વર્ષ 2004 માં આવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન ફરહાન અખ્તરે કર્યું હતું. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. લક્ષ્‍ય ફિલ્મમાં કારગિલ વોર બતાવવામાં આવ્યું છે.


ફિલ્મ- ગાજી અટેક દેશભક્તિથી પ્રેરિત ગાજી એટેક પણ એક મહાન ફિલ્મ છે. ફિલ્મ ગાજી એટેકમાં મુખ્ય ભૂમિકામાં રાણા દગ્ગુબાતી, તાપ્સી પન્નુ, અતુલ કુલકર્ણી અને કે.કે. મેનન હતા. આ ફિલ્મ ભારત અને પાકિસ્તાન વચ્ચેની પાણીની સબમરીન ઓપરેશનની યુદ્ધની કહાની પર આધારિત છે. આ યુદ્ધમાં ભારતીય નૌકાદળના આઈએનએસ રાજપૂત સબમરીને પાકિસ્તાનની સબમરીન પી.એન.એસ. ગાજીને બરબાદ કરી દીધી હતી. ફિલ્મ ગાજી એટેક વર્ષ 2017 માં આવી હતી.


ફિલ્મ- ઉરી: સર્જિકલ સ્ટ્રાઈક આ ફિલ્મ વર્ષ 2016 ના જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં થયેલા હુમલા પર આધારિત છે. ફિલ્મમાં ઘણા તેજસ્વી કલાકારો સાથે મુખ્ય ભૂમિકામાં વિકી કૌશલ, યામી ગૌતમ, પરેશ રાવલ હતા. તમને જણાવી દઈએ કે વર્ષ 2016 માં ઉરી સેક્ટરમાં એલઓસી નજીક આતંકવાદીઓએ ભારતીય સેનાના સ્થાનિક મુખ્યાલય પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના 18 જવાનો શહીદ થયા હતા. 11 દિવસ પછી, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો અને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને આતંકવાદીઓના ઘણાં ઠેકાણાઓનો નાશ કર્યો હતો.


ફિલ્મ- સ્ટમ્પ્ડ આ ફિલ્મ કારગિલ યુદ્ધ પર આધારિત છે. આ ફિલ્મમાં રવિના ટંડન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ કારગિલ યુદ્ધ સૈનિકની કહાની કહે છે. રવીના ટંડન દ્વારા પણ આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 2003 માં આ ફિલ્મ સ્ટમ્પ આવી હતી.

Post a comment

0 Comments