18 વર્ષ ની થઇ 'બાલવીર' ફેમ અનુષ્કા સેન, આ રીતે મનાવ્યો જન્મદિવસ


'બાલવીર રિટર્ન્સ' ફેમ અનુષ્કા સેન મંગળવારે 4 ઓગસ્ટના રોજ 18 વર્ષની થઈ. પુખ્ત હોવાના આનંદમાં અનુષ્કાએ 3 ઓગસ્ટે તેની અડધી રાતએ ઉજવણી કરી. અનુષ્કાએ વયના આ ખાસ તબક્કે પહોંચવા અને જન્મદિવસની શુભેચ્છા માટે તેના ચાહકોનો આભાર માન્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ ઉત્સાહિત લાગી રહી છે.


અનુષ્કાના ભાઈ-બહેનો અનિર્બન સેન અને રૂપા સેને 18 મી જન્મદિવસનો આ ખાસ પ્રસંગને ખાસ બનાવ્યો. લોકડાઉન અને સંક્રમણ જોતાં, કોઈ પણ પાર્ટી બહાર થઇ શકે તેમ ન હતી, તેથી ઘર સજાવવા માં આવ્યું હતું. અનુષ્કાએ પણ ઈન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરતા બંનેનો આભાર માન્યો છે.


અનુષ્કાએ લખ્યું, 'આખરે 18 !!! અનિર્બન સેન અને રૂપા સેન મારા રૂમને સુંદર રીતે સજાવવા બદલ આભાર. તમે બંને હંમેશાં મને સરપ્રાઈઝ કરો છો. બધા ચાહકો અને મિત્રોનો પણ આભાર.'અનુષ્કા સેને 'ઝાંસી કી રાની' શોથી ટીવી પર નામ પણ મેળવ્યું હતું. આ સિવાય તે 'યહા મેં ઘર-ઘર ખેલી'માં પણ જોવા મળી હતી.


2015 માં અનુષ્કા 'ક્રેઝી કુક્કડ ફેમિલી' ફિલ્મમાં પણ જોવા મળી હતી. જ્યારે અનુષ્કાને પિરિયડ શોર્ટ ફિલ્મ 'લિહાફ' માં ખૂબ પસંદ આવી હતી.


અનુષ્કા સેન તાજેતરમાં જ ચર્ચામાં આવી હતી, જ્યારે તેનું 12માં નું પરિણામ આવ્યું હતું. સીબીએસઈ 12 ની પરીક્ષામાં અનુષ્કાએ 89.4 ટકા મેળવ્યા હતા. અભિનયની સાથે સાથે અભ્યાસમાં પણ તેને સારા ગુણ મળ્યા હોવાથી તેણીની ખૂબ પ્રશંસા થઈ હતી.


અનુષ્કાએ 2009 માં ટીવી ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તે 2012 માં મ્યુઝિક વીડિયો 'હમકો હૈ આશા'માં પણ જોવા મળી હતી.


અનુષ્કાનો જન્મ 4 ઓગસ્ટ 2002 માં ઝારખંડમાં થયો હતો. તેણે મુંબઈની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. અનુષ્કાને પણ તેમના તેજસ્વી કાર્ય માટે ઈન્ડિયન ટેલિ એવોર્ડ્સમાં બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટની નોમિનેશન મળી ચૂક્યું છે.

Post a comment

0 Comments