Ticker

6/recent/ticker-posts

રાજા મહારાજા ઓ ના પરિવાર થી સબંધ રાખે છે આ અભિનેત્રીઓ, જીવે છે નવાબો જેવી ઠાઠ ની જિંદગી


બોલિવૂડમાં એવા કલાકારોની કોઈ કમી નથી કે જેમના પરિવાર ફિલ્મ જગત સાથે કોઈ સંબંધ નથી પરંતુ તે પોતાની જાતે જ એક છાપ બનાવવા માટે સફળ રહ્યા છે. તે જ સમયે, ઘણા કલાકારોને અભિનય કળા વારસામાં મળી. તે તેના અભિનયને કારણે પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. આ બધાની વચ્ચે, અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ રાજા મહારાજાઓના પરિવાર સાથે સંકળાયેલ છે અને તેઓએ ગ્લેમર ઉદ્યોગમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

મોહિના કુમારી


ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ફેમ એક્ટ્રેસ મોહિના કુમારી રેવાની રાજકુમારી છે. મોહિના મહારાજા પુષ્પરાજસિંહ જુદેવની પુત્રી છે. તેના લગ્ન ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી અને આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના પુત્ર સુયેશ રાવત સાથે થયા છે. ટીવી ઉપરાંત મોહિનાએ પણ ફિલ્મોમાં પોતાનો હાથ અજમાવ્યો છે. તે રેમો ડીસુઝાની ફિલ્મ 'એબીસીડી: એની બડી કેન ડાન્સ'માં જોવા મળી હતી. લગ્ન બાદ મોહિનાએ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધી છે.

અદિતિ રાવ હૈદરી


અદિતિ રાવ હૈદરી બે શાહી પરિવાર સાથે તાલ્લુક રાખે છે. એક છે મોહંમદ સાહેલ અકબર હૈદરી અને બીજા વાનાપાર્થી પરિવાર ના પૂર્વ રાજા જે રામેશ્વર રાવ. અદિતિ, અકબર હૈદરી ની પૌત્રી છે. અદિતિ ના નાના જે રામેશ્વર રાવ તલગાના ના વાનાપાર્થી ના રાજા હતા. જે આમિર ખાન ની પત્ની કિરણ રાવ ની કઝીન પણ છે.

સોહા અલી ખાન


સોહા અલી ખાન પટૌડી પરિવાર થી તાલ્લુક રાખે છે. તેમના પૂર્વજો ભોપાલમાં પટૌડી રજવાડાના નવાબ હતા. સૈફ અને સોહાના પિતા મન્સૂર અલી ખાન પટૌડી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હતા, તેમજ ભોપાલના નવાબ પણ હતા.

ભાગ્યશ્રી


ભાગ્યશ્રી મહારાષ્ટ્રના સાંગલી રાજવી ઘરે થી સબંધ રાખે છે. તેમના પિતા શ્રીમંત રાજા વિજયસિંહ રાવ માધવરાવ પટવર્ધન રાજા હતા. ભાગ્યશ્રીનું પૂરું નામ શ્રીમંત રાજકુમારી ભાગ્યશ્રી રાજે પટવર્ધન છે.

સોનલ ચૌહાણ


જેમણે ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ 'જન્નત' માં કામ કર્યું હતું, તેનો જન્મ ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં થયો હતો. સોનલ ઉત્તર પ્રદેશના મૈનપુરીના એક રાજપૂત પરિવાર થી તાલ્લુક રાખે છે.

રિયા સેન


રિયા સેન શાહી પરિવારમાંથી છે. તેમના પિતા ભરત દેવ વર્મા ત્રિપુરા રાજવી પરિવારના સભ્ય છે. તેમની દાદી ઇલા દેવી કૂચ બિહારની રાજકુમારી હતી. ઇલા દેવીની નાની બહેન ગાયત્રી દેવી, જયપુરની મહારાણી હતી. રિયાની મોટી-દાદી ઈન્દિરા રાજે બરોડાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની એકમાત્ર પુત્રી હતી. રિયા અને રાયમાની માતા જાણીતી અભિનેત્રી મુનમુન સેન છે.

Post a comment

0 Comments