ખુબજ આલીશાન છે આ સ્ટાર્સ ની વેનિટી વૈન, અંદર થી દેખાઈ છે આવી, આલિયા ની વૈનિટી તો...


બોલિવૂડ સુપરસ્ટાર ની લાઇફસ્ટાઇલ ઘણી આલીશાન હોય છે. તે જ્યાં પણ જાય છે તેમના ગાર્ડ અને વેનિટી વૈન તેમની પાછળ પાછળ ચાલે છે. શું તમે જાણો છો પોતાની વેનિટી વાન બનાવવા માટે સ્ટાર્સ કરોડો રૂપિયા ખર્ચ કરે છે. તો આજે અમે તમને એવા સ્ટાર્સની વેનિટી વાન નો અંદરનો નજારો દેખાડવા જઈએ છીએ. તેને જોઈને તમે પણ દંગ રહી જશો.

શાહરુખ ખાન


બોલિવૂડમાં કિંગ ખાનની વૈનિટી વૈન બધા સ્ટારમાંથી અલગ છે. આ વેન 14 મીટર લાંબી એક Volvo 9 BR બસ છે. તેમાં ચાર રૂમના સિવાય એક જિમ પણ છે. તેમની કિંમત 2005 માં ચાર કરોડ છે. આ વેનને DC ડિઝાઇન સ્ટુડિયો એ તૈયાર કરેલી છે.

સલમાન ખાન


સલમાન ખાનની વેનિટી બોલીવૂડના સૌથી સ્ટાઇલ વૈનિટી માંથી એક છે. આ વૈનમાં તેમની એક મોટી ફોટો લાગેલી છે. સાથે જ તેમાં હાઇટેક ગેજેટ લાગેલા છે. વાનમાં રિહર્સલ રૂમ, મિટિંગ રૂમ અને એક મોટો બેડરૂમ પણ છે.

ઋતિક રોશન


ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હોટ સ્ટાર ની વૈન પણ ઘણી જ આલીશાન છે. 12 મીટર લાંબી વૈનિટી વાન માં અલગ ભાગ માં ઓફિસ બનેલું છે અને આગળ લાઉન્જ છે.

વરુણ ધવન


વરુણ ધવન ની વૈનિટી પણ ઘણી ખાસ છે. તેને ખૂબ જ સિમ્પલ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. વરુણ તેને પોતાના ઘર જેવું બનાવીને રાખે છે.

અજય દેવગન


અજય દેવગન ની વૈનિટી બહારથી જોવામાં ખૂબ જ સ્ટાઇલિશ દેખાય છે. અજય એ તેમની વૈનિટી વેન માં જિમ બનાવી ને રાખ્યું છે. સાથે તેમાં કિચન, બેડરૂમ અને રેસ્ટરૂમ પણ છે.

આલિયા ભટ્ટ


આલિયાની વેનિટી વાન ઘણું કલરફુલ છે. તેમણે પોતાની વેનિટી ને પોતાના રૂમ જેમ સજાવીને તૈયાર રાખેલ છે.

સંજય દત્ત


સંજય દત્તની વેનિટી 12 મીટર લાંબી Volvo B7R  ના બરાબર છે. તેને બનાવવામાં ત્રણ કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા. તેનો અંદરનો લુક એરફોર્સ વન સાથે ઘણો ઇન્સ્પાયર્સ છે.

Post a comment

0 Comments