ભગવાન શ્રી રામ એ હનુમાનજી ને અંતિમ જ્ઞાન અને આધ્યાત્મિક જીવન નો ઉપદેશ આપ્યો હતો, વાંચો સંપૂર્ણ


સ્કંદ પુરાણમાં એક અતિ સારગર્ભિત અતિ લાભદાયક જ્ઞાનનો ઉપદેશ છે. જેને શ્રીરામે પોતાના પરમ ભક્ત, મિત્ર, તેમજ શિષ્ય શ્રી હનુમાનજી ની અંતિમ ભેટ આપ્યો હતો. જેને ઘણીવાર વાંચો અને તેમના ઉપર વિચાર કરો.

શ્રી રામચંદ્ર કહે છે :

એ મારા પ્રિય વાયુ નંદન

આ ભૌતિક સંસારમાં જે જન્મ લઈ ચૂક્યાં છે, જે જન્મ લેવાના છે, જે શરીરનો ત્યાગ કરી ચૂક્યા છે, તે બધા જ ને તથા પોતાના અને બીજા બધા જ કાર્યો ને હું ખૂબ જ સારી રીતે જાણું છું.

જીવન પોતાના કર્મ અનુસાર એકલો જ જન્મ લે છે અને એકલો જ મૃત્યુ ને પ્રાપ્ત થાય છે. અતઃ તમે તત્વજ્ઞાનમાં જ સદા સ્થિર રહેજો.

આત્મા સ્વયં પ્રકાશ છે. તમે સદા આત્મા ના સ્વરૂપ નું ચિંતન કરો.

દેહ વગેરે માં મમત્વ અને મમતા ત્યાગી દો. હંમેશા ધર્મ નો આશ્રયજ લેજો. સાધુ પુરુષો સાથે સત્સંગ કરો.

સંપૂર્ણ ઈન્દ્રીઓ નું દમન કરો.

બીજાના દોષ ની ચર્ચા થી દૂર રહેજો. શિવ અને વિષ્ણુ દેવો ની હંમેશા પૂજા કરજો.

સર્વદા સત્ય શબ્દ કહો. આત્મા અને પરમાત્મા ની એકતા અને એકત્વ નો અનુભવ કરો.

રાગ અને દ્રેષ થી બંધાઈ જીવ ધર્મ અને અધર્મ ના વશીભૂત થાય છે. તેમના અનુસાર દેવ, તીયર્ક, મનુષ્ય, વગેરે યોનિઓ માં તેમજ નારકો માં પડેલા રહે છે.

હવે આગળ સાંભળો આ સંસાર ની વાતો.

આ સંસાર એક ઊંડા ખાડા ના સમાન છે, તેમાં કોઈ પણ સુખ નથી.

અહીં પેહલા જે જીવ જન્મ લે છે. તત્પશ્ચાત તેમની બાલ્ય અવસ્થા રહે છે. તેમના ઉપરાંત તે જવાન થાય છે અને તેમના પશ્ચાત તે વૃદ્ધાવસ્થા માં આવે છે. તદુપરાંત મૃત્યુ ને પ્રાપ્ત થાય છે. અનેમૃત્યુ પશ્ચાત પાછો જન્મ નો કષ્ટ ભોગવે છે.

આ પ્રકારે જ્ઞાન ના અભાવથીજ મનુષ્ય દુઃખ મેળવે છે. અજ્ઞાન ની નિવૃત્તિ થઇ જવા પર તેને ઉત્તમ સુખ ની પ્રાપ્તિ થાય છે.

અજ્ઞાન ની નિવૃત્તિ જ્ઞાન થી થાય છે. જ્ઞાન પરબ્રહ્મ પરમાત્મા નું સ્વરૂપ છે.

વેદ ઋચા વાક્ય ના શ્રવણ અને મનન થી જે જ્ઞાન થાય છે તે વિરક્ત પુરુષ ને થાય છે.

શ્રેષ્ઠ અધિકારી ને ગુરુદેવ ની કૃપા થી પણ જ્ઞાન થાય છે. આ સત્ય છે.

સંગ્રહ કરવું અને સંગ્રહ નો અંત વિનાશ છે.

સંયોગ (મિલન) નો અંત વિયોગ અને જીવન નો અંત મરણ છે.

सर्वे क्षयान्ता निच्या पत्तनांता समुच्छ्याः। संयोगा विप्रयोगन्ता मरणान्तं च जीवितं।।

જે રીતે શ્રુદઢ સ્તમ્ભો વાળા ગૃહ સદીર્ઘકાળ પછી જીર્ણ થઇ જવા પર નષ્ટ થઇ જાય છે, તેજ પ્રકાર મનુષ્ય જરા જીર્ણ થઇ મૃત્યુ ના આધીન થઈને નષ્ટ થઇ જાય છે.

જે રીતે સમુદ્ર માં વહેતા બે કાઠ એક બીજાને મળીને ફરીથી વિલગ થઇ જાય છે, એજ પ્રકારે કાલયોગ થી મનુષ્ય નો એક બીજા સાથેનો સંયોગ તેમજ વિયોગ થતો આવ્યો છે અને થતો રહેશે.

આ પ્રકાર સ્ત્રી, પુત્ર, ભાઈ, ક્ષેત્ર અને ધન - આ બધુજ થોડા કાળ માટે એકત્ર થાય છે અને પછી અનન્ય ચાલ્યા જાય છે.

જીવો ના શરીર જે પ્રકાર ઉત્પન્ન થાય અને ફરી નષ્ટ થઈ જાય છે, તે પ્રકાર આત્મા નો જન્મ અને મરણ થતો નથી.

પરમ વીર સુહૃદય હનુમાન જી પૃથ્વી પર આજે પણ સાધના રત છે અને જ્યાં પણ જયારે કોઈ સરળ અને સાચા નિર્મલ હૃદય થી તેમને અથવા શ્રી રામ ને પુકારે છે, હનુમાનજી તેમની ધર્મજ અને ઉચિત યાચિકા પર કંઈક ને કંઈક કરે છે. તેમના ભક્ત ક્યારેય નિરાશ માં નથી રહેતા.

ડિસ્ક્લેમર : "આ લેખ માં નિહિત કોઈ પણ જાણકારી/સામગ્રી/ગણના માં નિહિત સટીકતા તેમજ વિશ્વસનીયતા ની ગેરંટી નથી. વિભિન્ન માધ્યમો/માન્યતાઓ/ધર્મ ગ્રંથો થી સંગ્રહિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડેલી છે. અમારો ઉદેશ્ય ફક્ત સૂચના પહોંચાડવાનો છે, તેમના ઉપયોગકર્તા તેને ફક્ત સૂચના ના રીતેજ લે."

Post a comment

0 Comments