ન્યુજ એંકર એ ફાંસી લગાવીને કરી આત્મહત્યા, દોઢ મહીના પહેલા ફેસબુક પર શેયર કર્યું હતું છેલ્લું બુલેટિન


લોકડાઉનમાં છેલ્લા ઘણા દિવસોથી સતત આપઘાતનાં કિસ્સા જોવા મળી રહ્યા છે. આવો જ એક કિસ્સો રાજધાની દિલ્હીથી સામે આવ્યો છે, જ્યાં એક ન્યૂઝ એન્કર મહિલા પત્રકારે પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે મૃતકની ઓળખ પ્રિયંકા જુનેજા તરીકે કરી છે.

રૂમમાં કોઈ સ્યુસાઇડ નોટ મળી ન હતી

ખરેખર, આ મામલો શુક્રવારે સવારે પૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારમાં થયો હતો. જ્યાં એન્કર પ્રિયંકાએ તેનું જીવન સમાપ્ત કર્યું. જોકે પોલીસને સ્થળ પરથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. પોલીસે પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ સગા સંબંધીઓને સોંપી દીધો છે.

ઘણી ન્યુજ ચેનલ માં કામ કરી ચુકી છે


પ્રિયંકા એ કયા કારણો થી આટલું મોટું પગલું ભર્યું હજુ સુધી તેનો ખુલાસો થયો નથી. તમને જણાવી દઇએ કે પ્રિયંકાએ ઘણી ખાનગી ન્યૂઝ ચેનલોમાં કામ કર્યું છે, હાલમાં તે હરિયાણાની એક યુટ્યુબ ચેનલમાં એન્કરિંગ કરી રહી હતી.

દોઢ મહિના પહેલા ફેસબુક પર શેર કર્યું હતું બુલેટિન


પોલીસના જણાવ્યા અનુસાર, પ્રિયંકાએ 13 જૂન 2020 ના રોજ ફેસબુક પર પોતાનું છેલ્લું બુલિટીન પોસ્ટ કર્યું હતું. પોલીસ મોતનું કારણ જાણવા માટે પ્રિયંકાના પરિવારજનોની પૂછતાછ કરી રહી છે.

પુત્રી ના અવસાન પછી આઘાતમાં માતા-પિતા


તેના મિત્ર અને માતા-પિતા પ્રિયંકાના મૃત્યુ થી આઘાતમાં છે. તે હજુ સુધી જાણી શક્યા નથી કે તેમની દીકરી કઈ વાત થી મુશ્કેલી માં હતી, જે અમને એકલા છોડી ને ચાલી ગઈ. તેમને જોઈને ક્યારેય લાગ્યું નથી કે તે આવું કરી લેશે.


પોતાના યુટ્યુબ ચેનલ સ્ટાફ ની સાથે વિનર નો પોજ સેલ્ફી ખેંચાવતી પ્રિયંકા.

Post a comment

0 Comments