કબીરસિંહ માં નોકરાણી નો કિરદાર નિભાવનાર આ એક્ટ્રેસ રિયલ લાઈફ માં દેખાઈ છે કંઈક આવી


ફિલ્મો માં આપણે મોટેભાગે મુખ્ય કિરદાર નિભાવનાર અભિનેતા અથવા તો અભિનેત્રી ને જોતા હોઈએ છીએ. પરંતુ ફિલ્મો ઘણા પાત્રો એવા હોય છે જેને આપણે જજ કરી શકતા નથી. ભલે ફિલ્મોમાં તેમના પાત્રો નાના હોય પરંતુ તે અદભુત રીતે નિભાવેલ હોય છે અને આપણા પર છાપ છોડી જતા હોય છે. જેમને લોકો હંમેશા યાદ રાખે છે.

કંઈક એવું જ કબીરસિંહ સાથે બન્યું હતું જેમાં શાહિદ કપૂરની નોકરાણીનો કિરદાર નિભાવનારી સીધી-સાદી અભિનેત્રી વાસ્તવિક જીવનમાં કંઈક જુદી જ લાગે છે. શાહિદ કપૂરની ફિલ્મમાં તે સાડી પહેરેલી નજરે આવે છે. પરંતુ વાસ્તિવિક જીવનમાં તે કંઈક અલગજ દેખાઈ છે.


શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ કબીર સિંહ એ બોક્સ ઓફિસ ઉપર ધમાલ મચાવી હતી. ફિલ્મના એક સીનમાં શાહિદ કપૂર નોકરાણી પર ગુસ્સે થાય છે અને તેની પાછાલ દોડે છે. આ સીનને ઘણી લોકપ્રિયતા મળી હતી અને આ સીન હાઇલાઇટ થયો હતો.

આ દ્રશ્યમાં નોકરાણીથી ગ્લાસ તૂટી જાય છે અને શાહિદ તેની પાછળ દોડે છે. આ દ્રશ્ય જોઈને સિનેમા હોલમાં બેઠેલા લોકો હસી હસી લોટ પોટ થઇ જાય છે. આ ફિલ્મમાંનોકરાણી ની ભૂમિકા ભજવનારી અભિનેત્રી વનિતા ખારત છે અને ફિલ્મ માં દેખાતી આ અભિનેત્રી તેમના વાસ્તવિક જીવન માં ઘણો કુલ અંદાજ જોવા મળે છે. તેમના વાસ્તવિક જીવન માં વનિતા ખુબજ સુંદર દેખાઈ છે.


શાહિદ કપૂરે પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે કબીરસિંહનું પાત્ર ભજવવું સરળ નથી અને તે તેમના માટે પડકારજનક હતું. શાહિદના કહેવા પ્રમાણે, ‘કબીર સિંહ મારા માટે ભાવનાત્મક અને શારીરિક રીતે ખૂબ પડકારજનક હતી. ફિલ્મમાં મારા ત્રણ અલગ અલગ દેખાવ છે. મારો ઘણી વાર શાંત સ્વભાવ બતાવવામાં આવ્યો હતો અને ક્યારેક આક્રમકતા બતાવવામાં આવી હતી.

મારે ઘણી સિગારેટ પીવી પડી હતી અને મારે વાળ નું કટિંગ કરાવવું પડ્યું હતું, એવા પાત્ર ની માંગ હતી જે મેં પહેલા ક્યારેય પણ વિચાર્યું ના હોય. મને પણ અઘરા પાત્ર ભજવવા ખુબજ પસંદ છે.


તેવી જ રીતે, નોકરાણીની ભૂમિકા નિભાવનારી અભિનેત્રી વનિતા ખરાતે પણ કહ્યું હતું કે તેણીએ ઘણી ફિલ્મમાં નાના પાત્રો પણ કર્યા છે પરંતુ આ ભૂમિકા ભજવવી તેમના માટે ખૂબ પડકારજનક હતી. આ ફિલ્મ થિયેટર માં ખુબજ સારું પ્રદર્શન કર્યું, તેઓ તેનાથી ખૂબ ખુશ છે.

Post a comment

0 Comments