Ticker

6/recent/ticker-posts

ઉભા રહી ચુક્યા છે કામ તો આ રીતે મનાવો ગણપતિજીને, દૂર કરશે બધાજ વિઘ્ન


ગણેશ ચતુર્થી, એટલે કે ગણપતિ બાપ્પા મોરિયાનો જન્મદિવસ. ભગવાન ગણેશને બધા દેવતાઓમાં પ્રથમ પૂજ્ય કહેવામાં આવ્યા છે. કોઈપણ માંગલિક કાર્યમાં સૌ પ્રથમ ગણપતિ ની સાધના કરવામાં આવે છે. ભગવાન ગણેશને આમંત્રણ આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો આપણે ગણેશજીને મનાવીએ, તો દરેક વસ્તુને સરળ એટલે કે નિર્વિધ્ન કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગણપતિ નો સબંધ કેતુ ગ્રહ સાથે બતાવવા માં આવ્યો છે. ગણપતિના બંને હાથ રાહુ અને કેતુને પ્રદર્શિત કરે છે. આવી સ્થિતિમાં તમારે પ્રથમ પૂજનીય ગણપતિનો આશીર્વાદ લેવો જોઈએ. કારણ કે ગણપતિ બાપ્પા પર ભક્તો પર અપાર કૃપા છે. 22 ઓગસ્ટે ગણેશ ચતુર્થી આવી રહી છે, આવી રીતે ગણપતિ પાસેથી ભક્તિનો આશીર્વાદ કેવી રીતે મેળવી શકાય ચાલો જાણીએ.

1. જો તમારું કોઈ કામ વારંવાર અટકે છે અથવા તેમાં કોઈ વિઘ્ન આવે છે તો ગણપતિ બાપ્પાને 5 નાળિયેરનો હાર ચઢાવવો જોઈએ.

2. જો તમને કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા જોઈએ છે, તો પછી બાપ્પાના ચરણોમાં કાચો કપાસ ચઢાવો. કામ પર જવા સમયે, તેના પર 7 ગાંઠો લગાવો, તેને પર્સમાં રાખો. કાર્ય સફળ થશે.

3. ગણપતિ નું જળ થી અભિષેક કરવાથી તમારું રૂથેલું ભાગ્ય ચમકી જાય છે.

4. ગણપતિ ને દુર્વા પ્રિય છે. એટલે વેપાર ને સફળ બનાવવો છે તો ગણપતિ ને અર્પિત કરેલી દુર્વા ને પોતાના ગલ્લા અથવા પર્સ માં રાખવાથી વેપાર માં લાભ થાય છે.

5. જે વ્યક્તિને વધારે ગુસ્સો આવે છે તેના હાથથી ગણપતિને રક્ત પુષ્પ અર્પણ કરાવો. ગુસ્સો શાંત થવા લાગશે.

6. જીવન માં બધીજ બાજુ થી સફળતા મળતે નિયમિત 43 દિવસ સુધી ગણપતિ અથર્વશીર્ષ નો પાઠ કરો.

આ બધાજ ઉપાય શ્રદ્ધા અને સાચા મન ની સાથે કરવા જરૂરી છે. કહે છે કે મન હો ચંગા તો કઠોતી મેં ગંગા. તમારું મન સાચું હોવું જોઈએ.

ડિસ્ક્લેમર : આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણનામાં નહિત સટીકતા અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / પ્રવચનો / માન્યતાઓ / ધાર્મિક ગ્રંથોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો હેતુ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને ફક્ત માહિતી હેઠળ લેવી જોઈએ. આ સિવાય, આના કોઈપણ ઉપયોગની જવાબદારી પણ વપરાશકર્તા પર જ રહેશે.''

Post a comment

0 Comments