Ticker

6/recent/ticker-posts

તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા : ફિલ્મો પછી ટીવી માં આવી અંજલિ ભાભી, પહેલા અહીં કર્યું હતું કામ


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટીવી દુનિયામાં ખૂબ જ લોકપ્રિય કાર્યક્રમ છે. આ સીરીયલનાં પાત્રો તેમની વિવિધ સ્ટાઇલ અને પ્રદેશો માટે જાણીતા છે. ગોકુલધામ સોસાયટી માં અલગ અલગ રાજ્યોના લોકો રહે છે અને તેની કોમેડીથી પ્રેક્ષકોનું મનોરંજન કરે છે, જેમાં નેહા મહેતાનું નામ પણ સામેલ છે, જે સિરિયલમાં અંજલિ ભાભીનો રોલ નિભાવી રહી છે.


તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી નેહા મહેતા હવે આ શોને કારણે ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે. ગુજરાતની રહેવા વળી નેહા મહેતા પર્ફોર્મિંગ આર્ટ્સમાં માસ્ટર્સ અને ડ્રામામાં ડિપ્લોમા ધરાવે છે. નેહા મહેતાના પિતા પ્રખ્યાત લેખક છે અને તેના કારણે તેણે અભિનયની કરવાનું કામ ની શરૂઆત કરી છે.



નેહા મહેતા સારી ડાન્સર પણ છે અને ભરતનાટ્યમમાં માહિર છે. નેહા ઘણા લાંબા સમયથી થિયેટર સાથે સંકળાયેલી છે અને ક્લાસિકલ ડાન્સર પણ છે.


ઘણાં વર્ષો સુધી ગુજરાતી થિયેટરમાં કામ કર્યા પછી, તેણે પહેલા ટીવી શો ડોલર બહુમાં કામ કર્યું. તે પછી તેણે 'ભાભી' માં કામ કર્યું અને નેહાએ આ સીરિયલમાં એક વર્ષ કામ કર્યું. આ પછી નેહાએ સૌ દાદા સાસુ ના, રાત હોને કો હૈ અને દેશ મેં નિકલા હોગા ચાંદ જેવી સિરિયલોમાં કામ કર્યું.


સાથેજ તેણે ગુજરાતી ફિલ્મ માં પણ કામ કર્યું અને સાઉથ ઇન્ડસ્ટ્રી માં ની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું અને 2003 માં તેલુગુ ફિલ્મ ધામ માં નજર આવી હતી. સંજય દત્ત સ્ટારર ફિલ્મ EMI (ઇએમઆઇ) માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે ઉર્મિલાના વકીલની ભૂમિકા ભજવી હતી.


તેણે 2008 માં તેમણે અભિનય છોડી દીધો અને ત્યારબાદ ન્યૂયોર્કમાં ફિલ્મ મેકિંગ નો અભ્યાસ કર્યો. તે પછી તેણે તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં કામ મળી ગયું અને તે તેમાં સતત કામ કરી રહી છે. અસલ જિંદગી માં લાઈફ સ્ટાઇલ પણ સિરિયલ વાળી અંજલિ ભાભી થી ઘણી અલગ છે.

Post a comment

0 Comments