દહીં જમાવતા સમય ધ્યાન રાખો બસ આ 3 ટ્રિક્સ, તમને મળશે ત્રણ અલગ પ્રકાર નું કર્ડ

જો તમને પૂછવામાં આવે કે તમે બજારમાંથી કેટલી વાર દહીં ખરીદો છો, તો તમારો જવાબ શું હશે? ઘણી વાર આપણે બજારમાંથી લાવેલા દહીંથી આપણું કામ ચલાવીએ છીએ. ભારતીય ખોરાકમાં દહીં ખૂબ મહત્વનું છે અને તેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. આવી સ્થિતિમાં, દર વખતે બજારમાં દહીં લાવવું યોગ્ય નથી. ઘણાં ઘરોમાં દહીં બનાવવાની પ્રક્રિયા એકસરખી હોય છે અને ઘણી વાર એવી ફરિયાદ આવે છે કે બજાર જેવું ઘાટું દહીં જામતું નથી. જો તમારી દહીં તૈયાર કરવાની પદ્ધતિ સમાન છે, તો પરિણામ સમાન હશે.

જો તમને અલગ અલગ પ્રકારનું દહીં જમાવવા માંગતા હોય અને ઘરે તમને દરેક વાનગી માટે યોગ્ય દહીં મળે, તો અમે તમને ત્રણ જુદી જુદી ટ્રિક્સ બતાવીએ ત્રણ અલગ અલગ ટ્રિક્સ જેમાં ત્રણ અલગ પ્રકાર ના દહીં જમાવી શકો છો.

1. ઘાટું દહીં જમાવવા માટે અપનાવો આ ટ્રિક્સ

ઘાટું દહીં જમાવવાની એક ખાસ ટ્રિક્સ એ છે કે દૂધના તાપમાનનું ધ્યાન લેવું. જો તમે ઇચ્છતા હોવ તો, તમારી આંગળીથી દૂધનું તાપમાન માપી શકો છો. દહીં સેટ કરવા માટે દૂધનું તાપમાન હળવું હોવું જોઈએ. ન તો ખૂબ ઠંડું અને ન તો ગરમ. હળવા તાપમાન માંજ ઘાટું દહીં જામે છે. સાથે જ તમારે દૂધ અને દહીંનો રેશિયો બરાબર રાખવો પડશે. જો તમે અડધા લિટર દૂધમાં દહીં સેટ કરવા જઇ રહ્યા છો, તો પછી તેમાં એક નાની ચમચી દહીં નાખો અને તેને ઝડપથી ફેટી લો, બસ આટલુંજ. જો તમે વધુ દહીં ઉમેરો તો તે ઘાટું નહીં પણ પાતળુ દહીં જામી જશે.

આ ટ્રિક્સ માં ધ્યાન રાખો કે ભલે તમે કોઈ પણ મોસમ માં દહીં જમાવી રહ્યા હોવ હળવા તાપમાન માં દૂધ સિવાય કાઈ પણ ગરમ ના હોવું જોઈએ. ના વાસણ, ના દહીં ને ઢાંકવાનું કાપડ, ના ચમચી. એક વાર જયારે દહીં જામી જાય તો તેને થોડો સમય માટે ફ્રિજ માં રાખી દો. તેમાં દહીં વધુ ઘાટું જામી જશે.

2. હંગ કર્ડ બનાવવા માટે આ ટ્રિક્સ અપનાવો

હંગ કર્ડ બનાવતા સમય તમારે કપડાંનું ધ્યાન રાખવાનું છે. જો તમે હંગ કર્ડ બનાવવા જઈ રહ્યા છો તો થોડું પાણી વાળું દહીં વપરાશ કરવું જોઈએ, પરંતુ જે કપડાં માં દહીં ને બાંધવું છે જો તે કોટન ની જગ્યા એ મસ્લિન નું રહે તો હેંગ કર્ડ નું ટેક્સ્ચર વધુ સોફ્ટ અને ક્રીમી થઇ જશે.

હંગ કર્ડ નો વપરાશ યોગર્ટ અને સ્મુધી વગેરે માં બનાવવા માટે કરવામાં આવે છે. તેમના સિવાય વાળો માટે પણ હંગ કર્ડ ઘણું સારું હોય છે. દહીં નું કબાબ વગેરે બનાવવું હોય તો સૌથી બેસ્ટ હંગ કર્ડ જ હોઈ શકે છે.

તેને બનાવવા માટે એક ઊંડા કન્ટેનર ની ઉપર છાલણી રાખો અને તેના ઉપર મસ્લિન નું કપડું પાથરો. તેના પર દહીં નાખો. તે કપડાં થી દહીંને એ રીતે નીચવવા નું છે જે રીતે આપણે પનીર માટે કરીએ છીએ, પરંતુ ધ્યાન રહે કે દહીં ઘણું નરમ હોય છે એટલા માટે હળવા હાથે થી નીચવો. હવે તેને 30-40 મિનિટ સુધી આ રીતે રાખી દો જેનાથી જેટલું હોઈ શકે એટલું પાણી નીકળી જાય. તમે ઈચ્છો તો કપડાં ની પોટલી ને ક્યાંક ટાંગી પણ શકો છો. ત્યાર બાદ તમે 4-5 કલાક માટે તેને ફ્રિજ માં રાખી દો. તમારું હંગ કર્ડ તૈયાર થઇ જશે.

3. જો પાતળું અને ગાઢ વાળું દહીં જમાવવું છે

તેના માટે ઉંધી પ્રોસેસ કરવાની છે આપણે ઘાટું દહીં જમાવતા સમયે કરી હતી. એટલે દૂધ નું તાપમાન થોડું વધુ હોવું જોઈએ. (અહીં પણ વધુ ગરમ નહિ) તેની સાથેજ જો અડધું લીટર દૂધ નું દહીં જમાવવું છે તો લગભગ બે ચમચી દહીં મેળવો.

વધુ પાણી વાળું અને ગાઢ વાળા દહીં ને લસ્સી વગેરે માટે વપરાશ કરવામાં આવે છે.

Post a comment

0 Comments