Ticker

6/recent/ticker-posts

બાળપણ ની આ રમત જોઈને તમને પણ તમારું બાળપણ યાદ આવી જશે. તમારી પ્રિય રમત કમેન્ટ કરી ને જણાવજો


ટેકનોલોજીએ જેમ જેમ આપણી જિંદગીમાં પ્રવેશ કર્યો છે તેમ તેમ બાળકોની રમતો બદલતી જઈ રહી છે. આજે બાળકો મેદાન ની જગ્યાએ મોબાઈલ અથવા તો ટીવી ઉપર રમતા વધુ જોવા મળે છે. અમારા લોકોનો કહેવાનો મતલબ એ છે કે વર્ષ 90 ના પહેલા જન્મેલા લોકો નું બાળપણ મા રમત રમી છે તે લગભગ જ લોકોને ખબર છે.

આજના બાળકો ગીલી ડંડો, કબડ્ડી રમતા નજર નથી આવતા અને ના તો વરસાદમાં કાગળની હોડી બનાવતા નજર આવે છે. હા પરંતુ ઈન્ટરનેટ ઉપર રમતોની આ તસવીરો જરૂરથી જોતા હોય છે જે આપણે બાળપણમાં ખરેખર આનંદ લીધેલો છે.

ચાલો તે બાળપણની રમતોને જરૂરથી તાજી કરીએ અને આ રમતો વિશે વિચારી અને આપણા બાળકોને પણ આ રમતો વિશે કહીએ. જેનાથી બાળકો મોબાઇલ અને ઇન્ટરનેટ ની ટેકનોલોજી થી બહાર આવીને આ રમતોનો આનંદ લે.

કાગળની હોડી વરસાદનું પાણી


ગિલ્લી ડંડો સૌથી લોકપ્રિય ખેલ માંથી એક હતો. જ્યાં આપણને મોકો મળતો હોય ત્યાં બસ નાનકડી લાકડી અને ગીલ્લી લઈને શરૂ કરી દેવાનું.


આ રમત તો બધાએ જમી એ સાયકલનું ટાયર અથવા તો કોઈ પણ ગાડીનું ટાયર લઈને બસ રસ્તા પર નીકળી જવાનું અને આપણા દોસ્તારો સાથે પણ આ ટાયરની સાથે રેસ લગાવવા નો.


ભાઈ અને બહેન અથવા તો મિત્ર ની સાથે આ રમત તો જરૂરથી રમી છે ચોર અને સિપાઈ ની રમત. ખરેખર આ તસવીરો જોતા ઘણી યાદો તાજા થઇ જાય છે.


શું તે દિવસો હતા અગાસીની જગ્યાએ આપણે શેરીએ શેરીએ અથવા તો મેદાનમાં વરસાદમાં પલાળવા બહાર આવી જતા હતા.


શું તમે રમ્યા છો આ ગેમ આ ગામનું નામ છે નારગોલ. અને મને તો એ પણ યાદ આવી રહ્યું છે કે જો આ ઠીકરી સરખી રીતે ના ગોઠવવામાં આવતી ને તો અમે તો જોર જોરથી મોજાના દડે થી મારતા હતા.


આ રમતને તો કોઈ પણ નહીં ભૂલી હોય. આજે લખોટી ની રમત વારંવાર મમ્મી ના ખીજવા જવા છતાં પણ બહાર ગલીમાં અવાજ કરતા કરતા ખૂબ જ રમી છે આ રમતો.આ રમતો છોકરીઓને જરૂરથી યાદ છે કુકી અને પાંચીકા.


ચકલી ઉડે ફર પોપટ ઉડે ફર આ રમત તો હજુ પણ યાદ આવે છે. ક્યારેક તો જાગરણ માં પણ આ જ રમત ચાલુ હોય અને રવિવારની રજા મળે તો પાંચ જણા ભેગા થઈ ને આ જ કરતા.


ગલી ક્રિકેટ આ રમતને તો કોણ ભૂલી શકે. ઘણી જગ્યાએ આ રમતો દેખાય છે. પરંતુ હવે એ નાના બાળકો તો ગલી ક્રિકેટ રમવાની જગ્યાએ મોબાઈલ અને ઈન્ટરનેટ ઉપર પોતાનો સમય વધુ પસાર કરતા હોય છે અહીં તો આ ક્રિકેટ રમવાનું શરુ થાય તો મમ્મીએ ઘરેથી પણ મેદાન સુધી દોડી આવતી બોલાવવા માટે.


આ રમત તો ખરેખર ખૂબ જ રમી છે પરંતુ આ રમત રમવા માટે તો જા લોકોની જરૂર પડે એટલા માટે આ રમત મને યાદ આવી જાય છે સ્કૂલના સમયમાં જ્યારે પણ આ રમત સ્કૂલના સમયમાં રમાડવામાં આવતા ત્યારે પાછળ જોયા ને માર ખાય ની આ રમત ખૂબ જ મજા આવી હતી રમવાની


આ તસવીરો જોઇને તમને પણ યાદ આવી ગઈ છે જરૂરથી બાળપણની ગઈ એ ખૂબ જ રમી છે આ રમત


કુંડાળા દાવ ખરેખર આ રમત તો છોકરીઓની બેસ્ટ રમત હતી પરંતુ તમને કહી દઉં કે આ રમત રમવા માટે છોકરાઓ પણ કુદી પડતા ખૂબ જ મજા આવતી જ્યારે કુંડાળામાં ફેંકવાનું હોય


મીની ઠેકામણી ખૂબ જ મજા આવતી પરંતુ કૂદવાની દાવ આપવાની નહીં


સંતાકુકડી ખરેખર ખુબ જ મજા આવશે. આ રમત રમવાની ખૂબ જ સંતાવાની એમાં પણ દાવ આપતા આપતા થોડી ત્રાંસી નજરે જોઇ લેવાની મજા જ કંઈક અલગ હતી.


કોથળા કૂદ ખરેખર આ રમત તો ખૂબ જ રમી છે પરંતુ સ્કૂલમાં સ્કૂલમાં આ રમતમાં તો ખૂબ જ મજા આવતી ઘરેથી કોથળો લઈને જવાનું અને ત્યાં જઈને કુદવાનું.


દોરડા ખેંચ આ રમત શું તમે પણ રમી છે ખરેખર ખેંચવાની ખૂબ જ મજા આવી હતી અને તેમાં બી દોરડું ખેંચીને મૂકી દેવાની અને બીજાને પાડવાની પણ મજા જ કંઈક અલગ હતી.


Post a comment

0 Comments