દહીં ખાવું સ્વાસ્થ્યવર્ધક હોય છે. પરંતુ આપણે તેને સાચી રીતે ખાઈએ તો તેના ગુણ આપણને વધુ મળે છે.
સૌથી પહેલા આપણે જાણી લઈએ કે દહીં ખાવાની સાચી રીત શું છે?
દહીં ની તાસીર ગરમ હોય છે અને છાસ ની તાસીર ઠંડી હોય છે. પરંતુ જો આપણે દહીં ને થોડુંક આછું કરીને ખાઈ એ તો તેની તાસીર ઠંડી થઈ જાય છે. તમે તેમાં એકથી બે ચમચી પાણી પણ મેળવી શકો છો.
દહી બધા મોસમમાં ખાઇ શકીએ છીએ પરંતુ વરસાદના મોસમમાં જ્યારે વરસાદ થઈ રહ્યો હોય તડકો ના નીકળ્યા હોય તો તેને ખાવું થોડુંક હાનિકારક હોય છે.
કયા લોકોને દહીં ખાવું જોઈએ?
દઈએ એવું ખાદ્ય પદાર્થ છે જે બધા જ લોકો ખાઈ શકે છે. તે બધા જ માટે ગુણકારી હોય છે પરંતુ જો ઘૂંટણમાં દુખાવો હોય તો દહીં માં થોડીક સુઠ સંચળ અને મરી નાખીને ખાવું.
જો તમને ઉધરસ વગેરે છે તો થોડું મીઠું નાખીને દહીંમાં ખાઈ શકો છો. જો તમે ખાંડની જગ્યાએ શાકર નાખો છો તો તે વધુ ગુણકારી થઈ જાય છે.
જો તમને ગેસ બને છે તો એમાં થોડું સંચળ, ખાંડ અને મરી અને દળેલું જીરૂ ને ભેળવીને ખાઇ શકો છો.
ખાલી પેટ ખાવાના ફાયદા
દહીં ને ખાલી પેટ ખાવું ઘણું લાભદાયક હોય છે. કેમકે આપણા આંતરડા ની અંદર જે બેક્ટેરિયા હોય છે તે બેક્ટેરિયા ને દહીં આ બેક્ટેરિયા ખાઈ જાય છે અને આપણે આ રીતે ઘણા પેટના સંબંધિત બીમારીઓથી બચી શકીએ છીએ.
ઉપર આપવામાં આવેલી માહિતી સર્વ સામાન્ય છે. કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા ડોક્ટર અથવા તમારા જાણકારની સલાહ લેવી જરૂરી છે.
0 Comments