Ticker

6/recent/ticker-posts

અહીં પિતા ની અર્થીને દીકરીઓ એ આપ્યો ખંભો, લોકો એ કહ્યું - છોકરાથી ઓછી નથી..


ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના બનકટા વિસ્તારના જીરવનીયા ગામની હિંમતવાન દીકરીઓએ સમાજની જૂની પરંપરાઓ અને વર્જનાઓને દરકિનાર કરી પિતાની મૃત્યુ પછી તેમની અર્થીને ખુદ આગળ ધપાવી હતી. પુત્રીઓએ લીધેલા આ હિંમતભેર પગલાની બુદ્ધિજીવી વર્ગમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે.


જણાવી દઈએ કે આ વિસ્તારના જીરવનીયા ગામમાં રહેતા હરેન્દ્ર શર્માને છ પુત્રી છે. જેમાંથી પૂનમ, સુમન અને શીલાના લગ્ન થઇ ચુક્યા છે. જ્યારે નીક્કી, પૂજા અને મનીષા હજી અવિવાહિત છે. તેમણે ક્યારેય છોકરા ન હોવાનો અફસોસ કર્યો નહીં, પરંતુ તેની જગ્યાએ તેની બધી દીકરીઓને ખૂબ જ લાડ થી ઉછેર્યા અને તેમને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું.



સુગર, કિડની અને લીવરની બીમારીથી પીડિત હરેન્દ્ર શર્માની તેની પુત્રી અને જમાઈ દિલ્હીથી સારવાર અપાવી રહ્યા હતા. આ દરમિયાન શનિવારે હરેન્દ્ર શર્માનું અવસાન થયું હતું. પુત્ર ન હોવાને કારણે પિતા ની અર્થી ને ખંભો કોણ આપશે એ વાત ને લઈને ગામલોકોમાં ચર્ચા થવા લાગી.


જ્યારે મૃત શર્માની દિકરીઓને આ વિશે ખબર પડી ત્યારે તેઓએ હિંમતભેર પગલું ભર્યું અને કહ્યું કે જ્યારે પિતાએ અમને ઉછેર અને ભણાવવાનું શીખવવામાં કોઈ ભેદભાવ નથી કર્યો અને પુત્રની જેમ બધી બહેનોને પ્રેમ આપ્યો છે, તો અમે પણ પિતા ની અર્થી ને ખંભો આપીને પુત્ર નું ફરજ નિભાવીશું.


એક સમયે લોકો આ નિર્ણય પર અવાચક રહી ગયા હતા, પરંતુ જ્યારે આ માહિતી ગામ અને પ્રદેશના બુદ્ધિજીવીઓ ને પ્રાપ્ત થઈ ત્યારે પુત્રીઓના આ હિંમતભેર પગલાની ચારે તરફ પ્રશંસા થવા લાગી. આ પછી મૃતકની પત્ની કુસુમ દેવી અને તમામ દિકરીઓ રડતાં અર્થી ને ખંભો આપ્યો. સ્યાહી નદીના કાંઠે મૃતકનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. તે જ સમયે, મોટી દીકરીના પુત્ર આયુષ શર્માએ મુખાગ્નિ આપી. પુત્રીઓએ લીધેલા આ હિંમતભેર પગલાની ક્ષેત્રમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે.

Post a comment

0 Comments