શું તમે જાણો છો કેટલો જૂનો છે સેલ્ફી નો ઇતિહાસ, જાણો તેના સાથે જોડાયેલી રોચક વાતો

આજના સમયમાં સેલ્ફીનો ક્રેઝ દરેકમાં જોવા મળી રહ્યો છે. વિકસતા થતા મોબાઇલ ફોન અને તેના કેમેરાની ગુણવત્તામાં સુધારો એ લોકોને પોતાનાં ફોટા લેવાનું પ્રોત્સાહન આપે છે. પરંતુ શું તમે સેલ્ફીના ઇતિહાસ વિશે જાણો છો? તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વની પહેલી સેલ્ફી દોઢ સદી પહેલા લેવામાં આવી હતી.

1850 માં વિશ્વની પ્રથમ સેલ્ફી લેવામાં આવી હતી. જો કે, તે આજની જેમ ચમકતી સેલ્ફી ન હતી, પરંતુ એક સેલ્ફ પોટ્રેટ છે. આ સેલ્ફી સ્વીડિશ આર્ટ ફોટોગ્રાફર ઓસ્કર ગુસ્તવે રેજલેન્ડરની છે. તમને જણાવી દઈએ કે આ સેલ્ફ-પોટ્રેટની હેરોગેટની દ્વારા ઉત્તર યોર્કશાયરમાં 70,000 પાઉન્ડ એટલે કે લગભગ 66.5 લાખમાં હરાજી કરવામાં આવી હતી.

એક દાવો એ પણ

દાવો છે કે પ્રથમ સેલ્ફી 1839 માં લેવામાં આવી હતી. આ સેલ્ફી અમેરિકન ફોટોગ્રાફર રોબર્ટ કોર્નેલિયસે લીધી હતી. તેણે તેનો ફોટો તેના કેમેરાથી ખેંચવાનો પ્રયત્ન કર્યો.

સેલ્ફી એટલે શું?

મોબાઈલ ફોનથી લેવામાં આવેલી ખુદ નો ફોટો સામાન્ય રીતે સેલ્ફી કહેવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ શબ્દનો વ્યાપ ઘણો વધ્યો છે. સેલ્ફી શબ્દનો ઉપયોગ સૌ પ્રથમ 13 સપ્ટેમ્બર 2002 ના રોજ ઓસ્ટ્રેલિયન વેબસાઇટ ફોરમ એબીસી ઓનલાઇન દ્વારા કરવામાં આવ્યો હતો. ટાઇમ મેગેઝિનએ 2012 ના 10 મૂળ શબ્દોમાં સેલ્ફી શબ્દ ને સ્થાન આપ્યું હતું. 2013 માં, ઓક્સફર્ડ ડિક્શનરીએ સેલ્ફી શબ્દને વર્ડ ઓફ ધ યર તરીકે જાહેર કર્યો.

માનવામાં આવે છે કે સેલ્ફી લેવાની ધમાકેદાર શરૂઆત 2011 થી થઈ હતી, જ્યારે મકાઉ જાતિના વાંદરા એ બ્રિટીશ વન્યજીવનના ફોટોગ્રાફર ડેવિડ સલાટરના કેમેરા બટનને દબાવીને ઇન્ડોનેશિયામાં સેલ્ફી લીધી હતી.

Post a comment

0 Comments