નેશનલ લેવલ સ્વિમર રહી છે 'કસોટી જિંદગી કે' ની 'નિવેદિતા' પૂજા બનર્જી, જુઓ ગ્લેમરસ તસવીરો

આ દિવસોમાં પૂજા બેનર્જી 'કુમકુમ ભાગ્ય' તરીકે પણ જોવા મળી રહી છે. બંને શોમાં પૂજાના એકદમ વિરોધી પાત્ર રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે પૂજા એક્ટિંગમાં પ્રવેશતા પહેલા નેશનલ લેવલ સ્વિમર રહી છે અને તેણે નેશનલ લેવલ સ્વિમર સંદીપ સેજવાલ સાથે પણ લગ્ન કર્યાં? (બધા ફોટા: Instagram@poojabanerjee)

નેશનલ લેવલ સ્વિમર

પૂજા બેનર્જીએ અંગ્રેજી સાહિત્યમાં નિપુણતા મેળવ્યા બાદ સ્વિમિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તેમણે અનેક રાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટોમાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું છે.

અરબ સાગર અને હુગલી નદીમાં કેટલાક કિલોમીટર સ્વિમિંગ

પૂજા બેનર્જીએ અરબી સમુદ્રમાં 5 કિ.મી.ની સ્વિમિંગ કરી અને હુગલી નદીમાં 14 કિ.મી. સુધી સ્વિમિંગ કરીને બધાજ ને હેરાન કરી દીધા હતા.

'રોડીઝ' થી એક કન્ટેસ્ટન્ટ ના રૂપ માં કરિયર શરુ

પૂજાએ 2011 માં 'રોડીઝ' સાથે સ્પર્ધક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે ટીવી શો 'એક દૂસરે સે કરતે હૈ પ્યાર હમ' થી તેની અભિનય કારકીર્દિની શરૂઆત કરી હતી.

2012 માં એક્ટિંગ ડેબ્યુ, આ સિરિયલો થી મળી ઓળખાણ

ત્યારબાદ પૂજાએ 'ચંદ્રનંદિની', 'ધી એડવેન્ચર ઓફ હાતીમ', 'નાગાર્જુન-એક યોદ્ધા', 'દિલ હી તો હૈ', 'ચંદ્રકાંતા' અને 'વિક્રમ બેતાલ કી રહસ્યગાથા' માં કામ કર્યું હતું.

હિમેશ રેશમિયાના આ મ્યુઝિક વીડિયોમાં દેખાઈ

પૂજા બેનર્જી હિમેશ રેશમિયા ની સાથે તેમના મ્યુજિક વિડીયો 'આપ સે મૌસિકી' માં નજર આવી ચુકી છે.

બાઇકર પણ છે પૂજા

પૂજા બેનર્જી ને બાઈક ચલાવવાનો ખુબજ શોખ છે. રોડીજ ના સમયે તેમને બાઈક રાઇડિંગ સ્કિલ્સ ખુબ કામ આવી હતી.

Post a comment

0 Comments