Ticker

6/recent/ticker-posts

વાંચો અંજલિ ના લગ્ન પછી ના જીવન ની આ અદભુત કહાની


જયારે મેં મસેજ જોયો ત્યારે અંજલિ ઓનલાઇન હતી મેં તરતજ તેને મેસેજ કર્યો શું થયું કઈ ટેન્શન ની વાત તો નથીને ત્યારે મને અંજલિ એ મસેજ કર્યો ના મારે થોડી વાત કરવી છે તું જયારે પણ ફ્રી થા ત્યારે મને કોલ કરજે હું તારી રાહ જોઇશ.

અંજલિ મારા બાજુનાજ ઘરમાં રહે છે. એવું કહો તો પણ કઈ ખોટું નથી કે મારુ અંજલિ સાથે સારું એવું બને છે અમારી રોજેજ વાત થાય છે. આ વચ્ચે નું કારણ એ છે કે અમારા છોકરાઓ સાથે રમેં છે. અમારા છોકરાઓ ની મિત્રતા થઇ ત્યાર બાદ આમારી. ઘરનું કામ મેં પૂરું કર્યું નાહવા ગઈ અને પૂજા પાઠ કરીને નાસ્તો કર્યો. ત્યાંજ ફોન માં રિંગ વાગી અને અંજલિ નો કોલ આવ્યો.

મેં કોલ રિસીવ કર્યો અને કીધું - શું થયું આટલી કેમ પરેશાન છો? તેને કહ્યું કે ઘણી મોટી મુશ્કેલી આવી છે શું કહું હું તને. મેં પૂછ્યું શું થયું?

તેણે કહ્યું ફોન રાખ હું ઘરે આવી રહી છું તું કામ મા નથીને? મેં કીધું ના હું નાસ્તો કરી રહી હતી તું આવી જા હું ચા મુકું છું. ફોન મૂકીને હું કિચન માં ગઈ અને ચા મૂકી. ચા સાથે થોડો નાસ્તો લઈને હું રૂમ માં ગઈ અને અંજલિ ને તે પ્લેટ આપી. અંજલિ તે લઈને બોલી કે બેસ યાર એક ટેન્શન આવી ગયું છે.

મેં પૂછ્યું કે શું થયું ત્યારે તેણે કહ્યું કે યાર મારા સસરા રીટાયર થઈ રહ્યા છે આ મહિને તેણે નક્કી કર્યું છે કે હવે તે છ-છ મહિના પોતાના દીકરાઓની સાથે રહેશે.

મેં કહ્યું સારું તો પછી?

તેને કહ્યું હા તો પછી એ છે કે આફત આવી ગઈ મારા ઉપર હું તો હવે ઘરેજ રહી જઈશ. બહાર જવાનું બંધ, પાર્ટી બંધ, શોપિંગ બંધ થઇ જશે.

મેં કહ્યું આવું તે કેવું કે એ લોકો સાથે હોય અને તારે આ બધું છોડવું પડે..

તેણે કહ્યું તને શું ખબર મારે દિવસ ભર કામ માં પડ્યું રેવું પડશે... હું કંઈક આગળ બોલું તે પહેલા તો તે બોલી કે હવે તો કપડાં પણ વિચારીને પહેરવા પડશે. હદ થઇ ગઈ છે યાર પતિ ગયું હવે બધું..

મેં કહ્યું અંજલિ તું ખોટું ટેંશન લઇ રહી છો આવું કશુંજ નથી થવાનું. હા હું એ તો માંનુ છું કે તું કઈ પણ પહેરી લેતી હતી અને હવે તેવું નહિ થઇ શકે.પરંતુ બાકીની તું વસ્તુ શું કામે છોડીશ અને બીજી વાત એ છે કે જો તારા ટેન્શન લેવાથી તેનું આવવાનું છે કેન્સલ થતું હોય તો તું ટેન્શન લઇ શકે છે નહિતર શું ફાયદો? તે સાંભળીને તે રોવા લાગી મેં તેને ચૂપ કરાવવાની કોશિશ કરી અને તેના માટે પાણી પણ લાવી. ત્યારબાદ મેં તેને સમજાવવાની કોશિશ કરી કે અંજલી આવી રીતે તો પરેશાન થઈ જઈશ કઈ રીતે ચાલશે આજ તો લાઈફ છે થોડું ઘણું તો આવતું-જતું રહે છે અને આવું તો લાગેલું રહે છે આવી રીતે પરેશાન થવાથી શું ફાયદો અને તે લોકો ક્યાં જાય. પોતાના પુત્ર પાસે જતો રહે ને અને પોતાની આખી જિંદગી એકલા રહીને તો કઈ રીતે વિતાવે

અંજલીએ કહ્યું વિભાગ આ બધું જ કહેવામાં છે મારે તો તેમની સાથે રહેવાનું છે અને હું વહુ છું એટલા માટે મારે તેમની સાથે એડજેસ્ટ કરવું પડશે.

મેં અંજલીને ઘણું સમજાવવાની કોશિશ કરી પરંતુ તે કોઈપણ પ્રકારે માનવા માટે તૈયાર ન હતી અને કંઈ પણ સાંભળવા પણ તૈયાર ન હતી તેનું કહેવું હતું કે આવું જો તારી સાથે થાય તો તું શું કરે. હું એ પણ જાણતી હતી કે હું તો એમ કેત કે હું આ રીતે તો ના જ કરત જેવું તું કરી રહી છે તો તે ખોટું માની જાત એટલા માટે મારુ તે સમયે શાંત રહેવું જ સારું હતું અને મેં તે જ કર્યું અને તેનું સાંભળતી રહી. મારી કોઈ પણ પ્રકારની સુચના તેને ન આપી હું સારી રીતે જાણતી હતી કે હું આ સમયે તેને કઈ પણ સમજાવીશ તો તે નહીં સમજે.

એટલા માટે હું કંઈ પણ ના બોલું અને મેં તેજ કર્યું તેનું મન હલકુ કરીને તે પોતાના ઘરે ચાલી ગઈ. હું પણ બપોરના જમવાની તૈયારી કરવા લાગી બપોરના ત્રણ વાગ્યા હતા બાળકો પણ સ્કૂલેથી આવી ચૂક્યા હતા તેમને ખાવાનું ખવડાવીને કિચન સાફ કરીને નવરાશના પળોમાં મોબાઈલ લઈને બેસી.

દિવસભરનો આ સમય તે મારો હોય છે મોબાઇલ જોવું, પેપર વાંચું કે નેટ જોવું અથવા તો કોઈની સાથે ફોનમાં વાત કરું અથવા તો હું સુઈ જાવ. મોબાઇલમાં વોટ્સએપ માં મેસેજ જોતા અચાનક જ મારી નજર અંજલિ ના મોકલેલા મેસેજ ઉપર પડી જે તેણે થોડા દિવસો પહેલા મને વોટ્સએપ કરેલો હતો જે કંઇક આવી રીતે હતો કે વૃદ્ધાશ્રમ માં કોઈ વૃદ્ધ માતા-પિતા મળે છે તો તે પણ કોઈના ઘરની છોકરી એટલે કે બહુ ના લીધે જ ત્યાં પહોંચેલા છે.

એવું મન થયું કે આ મેસેજ બીજીવાર તેને ફોરવર્ડ કરી દઉં પરંતુ ત્યારબાદ વિચાર્યું કે જો અત્યારે કશું કહીશ તો તેને ખોટું લાગી જશે ચાર-પાંચ દિવસ પછી અંજલિ પોતાના ઘર ઉપર કપડા સુકવી રહી હતી હું પણ આજે અચાનક જ મારા અગાસી ઉપર પહોંચી ગઈ. અંજલી ને અગાસી ઉપર જોઇને પૂછ્યું કેં હવે કેમ છે? તારું ટેન્શન કઈ ઓછું થયું?

તેમણે હસતા ચહેરે કહ્યું હવે એ બધું જ સારું થઈ ગયું.

મેં પૂછ્યું મતલબ તેના આવવાથી તને કોઈ પ્રોબ્લેમ નથી?

તેના ઉપર અંજલીએ કહ્યું મે આશુ ને કહી દીધું કે જો તારા પેરેન્ટ્સ અહીં આવશે તો હું મારા પેરેન્ટ્સ સાથે ચાલી જઈશ. હવે તું જોઈ લે તારે શું કરવું છે.

તો મેં પૂછ્યું કે તો શું હું આશુતોષભાઇ માની ગયા?

તો અંજલી હસતા ચહેરે કહ્યું તેની પાસે કોઈ બીજો રસ્તો પણ ન હતો. તેણે તેના પેરેન્ટ્સ ને કહી દીધું કે તમે ભાઈ પાસે જ રહો હર મહિને હું 10000 એકાઉન્ટમાં નાખતો રહીશ અને અહીં ઘર પણ નાનું છે તમને લોકોને રહેવામાં પણ પ્રોબ્લેમ આવશે. અને તેવામાં પણ ભાઈને ઓફિસ તરફથી મોટું ઘર પણ મળ્યું છે ત્યાં તમે આરામથી રહી શકો છો અને 10000 મા અમારું તો બધું છૂટી ગયું.

અંજલિના મોઢે આ વાત સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું કે તે આવા વિચારો રાખે છે. અને સાથે સાથે જ આશુતોષ ભાઇ પર પણ ગુસ્સો આવ્યો કે તે શા માટે માની ગયા. તેમના તો તે માતા પિતા છે આ વાત તો થઈ ગઈ અને હવે તો અંજલીની લાઈફ પણ ફૂલો ઓન ચાલી રહી હતી કે એક દિવસ સાંજે ઘરના ગેટ પર મને અંજલી મળી.

 હાઈ હેલ્લો થયુ.

એકબીજાના હાલચાલ પૂછ્યા તો મને અંજલી થોડી પરેશાન લાગી તો મેં જઈને પૂછ્યું કે શું થયું તું થોડી પરેશાન લાગી રહી છો.

તો તેણે કહ્યું હા યાર હું થોડી પરેશાન છું મારા મમ્મી પપ્પા થોડા પરેશાન છે.

તો મેં પૂછ્યું કે શું થયું અરે મારી જે ભાભી છે તે ખુબજ ખરાબ છે તે થોડું પણ એડજસ્ટ નથી કરવા માંગતી અને આજકાલ તો મારા ભાઈ પાછળ પણ પડી છે કે અલગ ઘર લઈને રહીએ.

તો મેં પૂછ્યું કે તો શું થયું ભાઈ તૈયાર થઈ ગયો અંજલી બોલી મેતો સાવ કહી દીધું કે મમ્મી-પપ્પા તમારી બંનેની જિમ્મેદારી છે. તે અત્યારે આ વૃદ્ધાવસ્થામાં ક્યાં જઈને રહે છે.

મેં પણ કહ્યું હા તે સાચું છે.

આના ઉપર અંજલી ફટાકથી બોલી એવું કંઈ નથી પણ મારા ભાભી બિલકુલ પણ એડજસ્ટ નથી થવા માંગતા.

મેં પણ કહ્યું હા ખરેખર તમારે જે પ્રોબ્લેમ હતી તે સેમ જ પ્રોબ્લેમ છે શાયદ તેને પણ લાગતું હશે કે તેની લાઇફ પૂરી થઈ જશે.

ત્યાં જ મારી આ વાત સાંભળીને અંજલી ના ચહેરા ઉપર થી હવા ઉડી ગઈ અને તરત જ બોલી કે શું મતલબ?

મેં પણ આજે કહી દીધું અરે કંઈ નહીં તેને પણ તેની પ્રાઇવેસી જોઈએ ને?

અંજલી એ કહ્યું અને મારા મમ્મી ઉપર શું?

મેં પણ કહ્યું હા તારે તો કોઈ બીજો પણ ભાઈ પણ નથી કે જેને ત્યાં મોકલી ને તે દસ હજાર રૂપિયા આપી શકે. તે પણ એવું ના વિચાર્યું કે તારા સાસુ-સસરા ક્યાં જાશે અને આશુતોષ ભાઈને કહી દીધું. આશુતોષ ભાઈની પણ આ જિમ્મેદારી જ છે ને.

અંજલિના ચહેરાના ભાવ કહી રહ્યા હતા કે તે પોતાની કરેલી આ હરકતનો પસ્તાવો કરી રહી હતી.

મેં તેને એ સમજાવતા કહ્યું કે અંજલી માતા-પિતા કોઈના પણ હોય તારા હોય અથવા તો ભાઈના તે જિમ્મેદારી તો દીકરા અને વહુની જ હોય છે અને હવે તું વિચાર આશુતોષ ભાઇ એ તેને ઘરે આવવાની ના પાડી દીધી છે. તો ત્યારે તે કેટલા દુઃખી થયા હશે અને મોટા લોકો આપણી સાથે રહે તેટલું જ સારું છે અને હા બંને ને થોડું એડજસ્ટ કરવું જ પડે છે. તેણે તારા કામમાં દખલ ના દેવી જોઈએ અને તારે તેને એહસાસ ના થવા દેવો જોઈએ કે તે તમારી સાથે રહી રહ્યા છે પરંતુ તેને એવો અહેસાસ થવો જોઈએ કે તું તેમની સાથે રહી રહી છે.

હા થોડા ઘરોમાં હોય છે સાસુ-સસરા બધી જ વાતો ઉપર ટોકતા રહેતા હોય છે. માનીએ છીએ કે તે ખરાબ લાગે છે કેમકે આપણે આપણા હિસાબે જીવવું હોય છે. પરંતુ તેનો મતલબ તો એ નથી કે તેને ઘરમાંથી કાઢી નાખીએ. મારું માનવું છે કે બંનેએ બરાબર એડજસ્ટ કરવું જોઈએ ભલે પછી તે વહુ હોય કે સાસુ-સસરા હોય. સાસુ સસરા એ પણ એવું વિચારવું જોઈએ કે દીકરા અને વહુ ને તેમના હિસાબે જીવવા દેવા જોઈએ અત્યાર સુધી તો દીકરો તેના હિસાબે જીવી રહ્યો હતો ને અને તે બંનેની લાઈફ છે કે તે વિચારે કે શું કરવું છે અને કઈ રીતે કરવું છે

એટલામાં જ આશુતોષ ભાઇ ત્યાં ઘરે આવી ગયા અને અમે બંને પણ એકબીજાના ઘરે ચાલ્યા ગયા. આજે મારા મનનો ભાર હળવો થઈ ગયો હતો. જે આટલા દિવસોથા મારા મનમાં જ હતો. મારા મનમાં એ પણ હતું કે હું થોડું ઝાઝું બોલી ગઈ છું કંઈક અંજલિ નારાજ ના થઈ જાય.

છ દિવસની જ વાત છે લગભગ અગિયાર વાગ્યા હતા દરવાજાનો બેલ વાગ્યો દરવાજો ખોલ્યો. અંજલી સામે ઉભી હતી આ જોઇને હું થોડી સંકોચમાં પડી ગઈ મેં દરવાજા ઉપર જ પૂછ્યું શા માટે આવવાનું થયું?

એટલે અંજલીએ કહ્યું શું આજે દરવાજા ઉપરથી જ વાત કરીને મોકલી દઇશ કે અંદર પણ બોલાવીશ?

મે કહ્યુ સોરી આવી જા અંદર આવી જા અને બેસ હું ચા બનાવું છું. અંજલીએ કહ્યું નહિ આજે હું ચા નહિ પીવું આજે હું તારી સાથે વાત કરવા આવી છું.

મેં કહ્યું બોલ શું કામ છે અંજલીએ કહ્યું હું તને થેન્ક્સ કહેવા આવી છું. જો તે દિવસે તું મને ના સમજાવત તો હું કેટલી મોટી ભૂલ કરી બેસત. થેન્ક્સ અ લોટ વિભા તે મને ઘણી મોટી ભૂલ કરતાં બચાવી છે અને હવે તો બધું જ સારું થઈ ગયું છે અને આગળના મહિને મમ્મી-પપ્પા આવી રહ્યા છે અહીં છ મહિના માટે અને મેં મારા મમ્મી પપ્પાને સમજાવ્યા કે તે ભાભી ના કામમાં કાઈ કે નહીં અને ત્યાં પણ આજકાલ તો શાંત જ છે. અને ભાભી ને પણ તમારી વાત સમજાવી એટલે તે પણ ભાઈ સાથે અલગ રહેવાની વાત બંધ કરી દીધી છે. વિભા બધું જ સારું થઇ ગયું છે બધું જ તારા લીધે થયું છે.

મેં કહ્યું આ બધું જ તારા સમજદારી ના લીધે થયું છે. તે જ સાચા સમયે સાચો નિર્ણય લીધો છે. આજે મારું મન ખૂબ જ ખુશ છે કે મારા લીધે બે પરિવાર તૂટવાથી બચી ગયા અને મારા દિલમાં જે ડર હતો કે અજલી નારાજ થઈ જશે તે પણ દૂર થઈ ગયો છે. આજે હું થોડીક થોડીક અંજલિને સમજાવવામાં સફળ થઇ ગઈ કે સાસુ અને સસરા આફત નથી હોતા પરંતુ આશીર્વાદ હોય છે

Post a comment

0 Comments