આ મંત્રો ના જાપ થી માં લક્ષ્મી થાય છે પ્રસન્ન, પૈસા સાથે જોડાયેલી સમસ્યા થાય છે દૂર

માતા લક્ષ્મી, જે તેના પર કૃપા કરે છે, તેનામાં કોઈ જાતની કમી રહેતી નથી, તેથી દરેક માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પોતપોતાની રીતે પૂજા કરે છે. માતા લક્ષ્મી વૈભવ અને યશની દેવી છે. તે દેવી દુર્ગાની ત્રણ શક્તિઓમાંની એક છે. માતા લક્ષ્મી કમળ પર બેસે છે. તેમની હથેળી ખુલ્લી રહે છે, જે પૈસાનો વરસાદ રાખે છે. જાણો માતા લક્ષ્મીના મંત્રો, જેના જાપ કરવાથી તમે પણ માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો.

ॐ ह्रीं श्री क्रीं क्लीं श्री लक्ष्मी मम गृहे धन पूरये, धन पूरये, चिंताएं दूरये-दूरये स्वाहा:।

જો તમે કરજમાં છો અને પ્રયત્ન કર્યા પછી પણ તમે ચુકવણી કરવામાં અસમર્થ છો, તો આ મંત્રનો જાપ કરો. મંત્રનો જાપ કરવાથી તે દૂર થાય છે.

ॐ श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम:!

આ મંત્રનો જાપ કરવાથી સફળતા મળે છે. જો શક્ય હોય તો માતા લક્ષ્મીની ચાંદી અથવા અષ્ટધાતુ ની પ્રતિમા સામે આ મંત્રનો જાપ કરો.

पद्मानने पद्म पद्माक्ष्मी पद्म संभवे तन्मे भजसि पद्माक्षि येन सौख्यं लभाम्यहम्।

આ મંત્રનો જાપ કરવાથી ઘરમાં અન્ન અને ધન ની કોઈ તંગી રહેતી નથી. આ મંત્રનો જાપ સ્ફટિકની માળાથી કરવો જોઈએ.

ॐ ह्रीं ह्रीं श्री लक्ष्मी वासुदेवाय नम:!

કોઈ પણ શુભ કાર્ય કરવાથી પહેલા અથવા કોઈ પણ કામ થી ઘર થી બહાર નીકળતા સમયે આ મંત્ર નો જાપ કરવો જોઈએ. તેનાથી બધાજ કાર્ય પૂર્ણ થાય છે.

ओम लक्ष्मी नम:

આ મંત્ર ને શ્રદ્ધા પૂર્વક જાપ કરવાથી ઘર માં માતા લક્ષ્મી નો વાસ થાય છે. ક્યારેય અન્ન અને ધન ની ઉણપ રહેતી નથી. આ મંત્ર જાપ કુશા ના આસન પર બેસીને કરવો જોઈએ.

लक्ष्मी नारायण नम:

આ મંત્ર માં માતા લક્ષ્મી અને નારાયણ એટલે કે ભગવાન વિષ્ણુ નું નામ એક સાથે લેવામાં આવે છે એટલા માટે પતિ-પત્ની ના સબંધ ને મજબૂત કરવામાં માટે આ મંત્ર નો જાપ કરવો જોઈએ. તેના જાપ થી ઘર માં સુખ-સમૃદ્ધિ પણ આવે છે.

धनाय नमो नम:

ॐ धनाय नम:

આ બંને મંત્રો ના જાપ કરવાથી ધન સબંધિત મુશેક્લી ઓ દૂર થાય છે.

ॐ धनाय नम: આ મંત્ર નો જાપ કમલ ના ગટ્ટા ની માળા થી જાપ કરવો જોઈએ. રોજે અગ્યાર વાર આ મંત્ર નો જાપ કરો. જેનાથી ધન લાભ થાય છે.

Post a comment

0 Comments