ખુબજ સંઘર્ષ ભરેલું રહ્યું છે લતા મંગેશકર નું બાળપણ, જાણો શા માટે નથી કર્યા લગ્ન

સ્વર કોકિલા તરીકે ઓળખાતી લતા મંગેશકર 28 સપ્ટેમ્બરના રોજ તેનો જન્મદિવસ ઉજવે છે. લતાનું જીવન સિદ્ધિઓથી ભરેલું છે. જો કે, તેને બાળપણમાં ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો. જ્યારે તે 13 વર્ષની હતી, ત્યારે હાર્ટ એટેકને કારણે તેના પિતાનું નિધન થયું હતું. લતાના પિતાના મિત્ર માસ્ટર વિનાયક તેમને ગાયન અને અભિનયની દુનિયામાં લાવ્યા. 1942 માં લતાએ મરાઠી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તે સાત દાયકાથી વધુ સમયથી સતત પોતાના અવાજથી લોકોનું મનોરંજન કરે છે. આગળ જાણીએ તેના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.

કિશોર કુમાર સાથે મુલાકાત

કિશોરકુમારને મળી ત્યારે લતા મંગેશકર અને કિશોર કુમારે ઘણા બધા ગીતો એક સાથે ગાયાં. જોકે લતા મંગેશકર અને કિશોર કુમારની પહેલી મુલાકાત ખૂબ જ અજીબ હતી. લતા મંગેશકરે 40 ના દાયકામાં ફિલ્મોમાં ગાવાનું શરૂ કર્યું. પછી તે લોકલ ટ્રેન પકડીને સ્ટુડિયો પહોંચતી હતી. રસ્તામાં તેને કિશોરકુમાર મળતા હતા પરંતુ તે સમયે બંને એકબીજાને જાણતા નહોતા. લતાને કિશોરની હરકતો ખૂબ જ વિચિત્ર લાગી. તે સમયે તે ખેમચંદ પ્રકાશની એક ફિલ્મમાં ગાઇ રહી હતી. એક દિવસ કિશોર કુમાર તેની પાછળ પાછળ સ્ટુડિયો પહોંચી ગયા. ત્યારબાદ લતાએ ખેમચંદને ફરિયાદ કરી હતી. ખેમચંદે તેને કહ્યું કે આ અશોક કુમારનો નાનો ભાઈ કિશોર છે. પછી ખેમચંદને બંનેની મુલાકાત કરાવી.

લતા એ કેમ ન કર્યા લગ્ન

પિતાનું નિધન થયા પછી ઘરની બધી જવાબદારીઓ લતા મંગેશકર ઉપર આવી. એક મુલાકાતમાં લતા મંગેશકરે કહ્યું હતું કે 'ઘરના બધા સભ્યોની જિમ્મેદારી મારા પર હતી. આવી સ્થિતિમાં લગ્નનો વિચાર આવે તો પણ તેનો અમલ થઈ શક્યો નહીં. મેં નાની ઉંમરે જ કામ શરૂ કર્યું. મેં વિચાર્યું કે હું સૌ પ્રથમ નાના ભાઈ-બહેનને વ્યવસ્થિત કરીશ. પછી બહેનનાં લગ્ન થયાં. બાળકો થઇ ગયા. તેથી તેમને સંભાળવાની જવાબદારી આવી. આ રીતે સમય નીકળતો ચાલ્યો ગયો.'

મોહમ્મદ રફી સાથે ઝગડો

60 ના દાયકામાં લતા મંગેશકર, મુકેશ અને તલત મહમૂદ રોયલ્ટી લેવા માટે એક એસોસિએશન બનાવ્યું. તેમણે રેકોર્ડિંગ કંપની એચએમવી અને નિર્માતાઓ પાસેથી માંગ કરી હતી કે ગાયકોને ગીતો માટે રોયલ્ટી મળવી જોઈએ પરંતુ કોઈ સુનાવણી થઈ નહિ. પછી કેટલાક નિર્માતાઓ અને રેકોર્ડિંગ કંપનીએ મોહમ્મદ રફીને સમજાવ્યું કે દરેક કેમ રોયલ્ટી માંગે છે. રફીએ કહ્યું કે તેમને રોયલ્ટી નથી જોઈતી. તેના આ પગલાથી બધા ગાયકો ચોંકી ગયા. લતા અને મુકેશ રફીને બોલાવીને સમજાવવા માંગતા હતા, પણ આ મામલો જટિલ બન્યો. બેઠકમાં લતા અને રફી વચ્ચે દલીલ થઈ. બંનેએ સાથે ગાવાની ના પાડી. આ રીતે ઝઘડો સાડા ત્રણ વર્ષ ચાલ્યો.

ભારત રત્નથી સન્માનિત

લતા મંગેશકરને ન્યૂયોર્ક યુનિવર્સિટી સહિત અનેક યુનિવર્સિટીઓમાં માનક ઉપાધિ થી નવાજવામાં આવ્યા છે. લતાને તેની સિનેમા કરિયરમાં ખૂબ માન મળ્યું. ભારત રત્ન અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવનારી તે ફિલ્મ ઉદ્યોગની પ્રથમ મહિલા છે.

Post a comment

0 Comments