વિવાહ ના અવસર પછી એવી રસમ હોય છે કે જેમાં પતિ પત્ની ને કોઈ ભેટ આપે. જે ભગવાન રામે એ જ સન્માન દેવી સીતા ને એક એવી જ ભેટ આપી જેને મેળવ્યા પછી દેવી સીતા ખુબ જ ખુશ થઇ ઉઠ્યા અને ભગવાન રામ બની ગયા મર્યાદાપુરુષોત્તમ.
ભગવાન રામના વિવાહ રામાયણ નો એક અનોખો પ્રસંગ છે. જેમના વિશે રામચરિતમાનસમાં ખૂબ જ સુંદર પ્રસંગ આવ્યો છે કે દેવી સીતા અને ભગવાન રામ ની પહેલી મુલાકાત વાટિકામાં થઈ. જ્યારે દેવી સીતા માતા ગૌરીની પૂજા કરવા આવતા હતા અને ભગવાન રામ ગુરુ વિશ્વામિત્ર જી માટે ફૂલ લેવા આવતા હતા. બંને એકબીજાને જોઇને મોહિત થઇ જાય છે.
દેવી સીતા માતા ગૌરીની પૂજા કરવા પ્રાર્થના કરે છે કે તેમને ભગવાન રામ જ પતિના રૂપમાં પ્રાપ્ત થાય. માં ગૌરી દેવી સીતા ની મનની વાત ને જાણે છે અને કહે છે કે "મનુ જાહી રાચેઉ મિલિહી સો બરું સહજ સાવરો કરુણાનિધાન સુજાન સીલુ જાનત રાવરો" અને દેવી સીતા ને વરદાન સ્વરૂપ ભગવાન રામ પતિ રૂપે પ્રાપ્ત થાય છે.
આ અદભુત વિવાહ માં સામેલ થવા બધાં જ દેવી-દેવતાઓ વેશ બદલીને આવે છે. પરંતુ વિવાહની સૌથી ખાસ વાત તો ત્યારે થાય છે જ્યારે વિવાહ પછી પહેલીવાર દેવી સીતા અને ભગવાન રામ ની મુલાકાત થાય છે.
વિવાહ પછી ની રસમ હોય છે કે આ જન્મમાં પતિ પત્નીને કોઇ પણ ભેટ આપે છે. ભગવાન રામે આ દરમિયાન દેવી સીતા ને કોઈપણ ભૌતિક ઉપહાર આપવાની જગ્યાએ એક વચન આપ્યું.
ભગવાન રામે દેવી સીતા ને કહ્યું કે તે આજીવન એક પત્ની વ્રતનું પાલન કરશે અને જીવનમાં દેવી સીતા સિવાય કોઈ અન્ય સ્ત્રી નહીં આવે.
દેવી સીતા ને આપેલા વચનનું પાલન જીવનભર કર્યું. તેમના પિતાની પણ ત્રણ રાણીઓ હતી. આ વચન અને બધા જ સંબંધ ના પ્રત્યે ઉચ્ચ આદર્શ સ્થાપિત કરવા વાળા અને આદર્શ રાજા થવાના કારણ ભગવાન રામ મર્યાદાપુરુષોત્તમ કહેવામાં આવ્યા.
પરંતુ બીજી અન્ય મર્યાદાઓનું પાલન કરવાના કારણે જ્યારે ભગવાન રામને દેવી સીતા નો ત્યાગ કરવો પડયો ત્યારે ભગવાન રામ ખૂબ જ દુઃખી થયા હતા અને રાજમહેલ માં પણ એક સન્યાસી ની જેમજ જીવન વિતાવવા લાગ્યા હતા. કેમ કે તેમની રાણી દેવી સીતા વનમાં સાધ્વી ની જેમ જ જીવન વિતાવી રહી હતી.
ભગવાન રામનું જીવન ભલે જે સંઘર્ષ ભર્યું હોય અને તેમને સીતા ના પરીક્ષા અને અગ્નિ પરીક્ષા ના કારણે આલોચનાનો સામનો કરવો પડ્યો પરંતુ આ વિધિ વિધાન હતું. રામ અને સીતા ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો અવતાર હતા જેમનો જન્મ અધર્મના નાશ અને ધર્મની સ્થાપના માટે થયો હતો. તેમનો અને સીતાનો પરસ્પર પ્રેમ આજે પણ યુગલોના માટે પ્રેરણાદાયક છે.
0 Comments