જુઓ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ભીડે અંકલ રિયલ લાઈફ માં છે કેટલા સ્ટાઈલિશ


'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં ગોકુલ ધામ સોસાયટીના શિક્ષક અને સેક્રેટરીની ભૂમિકા ભજવતા ભીડે અંકલ ની વાસ્તવિક લાઈફ એકદમ અલગ છે.


ભીડેનું અસલી નામ 'મંદાર ચાંદવકર' છે અને તે એક એક્ટરની સાથે મિકેનિકલ એન્જિનિયર પણ છે. વિશેષ વાત એ છે કે મિકેનિકલ એન્જિનિયર બન્યા બાદ તેમને નોકરી પણ કરી હતી.



જો કે, તેને અભિનયમાં રસ હતો અને તેણે દુબઈમાં સારી નોકરી છોડી અને અભિનય તરફ વળ્યા. તાજેતરમાં ઇ ટાઇમ્સ સાથેની વાતચીતમાં અભિનેતાએ કહ્યું કે, 'મેં 2008 સુધી સંઘર્ષ કર્યો. હું વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર છું અને દુબઈમાં નોકરી કરતો હતો. પરંતુ હું અભિનયમાં કરિયર બનાવવા માંગતો હતો. અભિનય એ બાળપણથી જ મારો પૅશન રહ્યો છે.


અભિનેતાએ કહ્યું, 'પરંતુ મને જે બ્રેક જોઈએ તે મળ્યું નહીં જેની મારી જરૂર હતી. ઇન્ડસ્ટ્રીમાં ઘણું કામ છે, પરંતુ હું બ્રેક ની રાહ જોઈ રહ્યો હતો અને મને તે આ શો દ્વારા 2008 માં મળ્યું હતું.


શો માં કુર્તા પજામા માં જોવા મળતા ભીડે અંકલ અસલ જિંદગી માં કેટલા સ્ટાઈલિશ છે તે તો તમે જોયાજ લીધું હશે.

Post a comment

0 Comments