આજે અમે તમને ઈલાયચી નો એક એવો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ, જે ધન-સંપત્તિ અપાવવા ની સાથે તમારી બધીજ મનોકામના પણ પુરી કરી શકે છે. આ વાત નું વિશેષ ધ્યાન રાખો કે આ ઉપાય શુક્રવાર ની રાત્રે 12 વાગ્યે કરો.
આ રીતે કરો ઉપાય
શુક્રવાર ની રાત્રે 12 વાગ્યા થી પહેલા સારી રીતે હાથ પગ ધોઈ ને સ્વચ્છ થઇ જાઓ અને સફેદ રંગ ના કપડાં પહેરી લો.
હવે આ તસ્વીર ની સામે 3 ઈલાયચી રાખીને પોતાના ઇષ્ટદેવ નું ધ્યાન કરો. પછી માતા લક્ષ્મી-ભગવાન વિષ્ણુ નું ધ્યાન કરતા શુક્રદેવ થી પોતાની મનોકામના પુરી કરવાની સાથે બહીજ મુશ્કેલીઓ દૂર કરવાની મનો મન પ્રાર્થના કરો.
ત્યાર બાદ શુક્ર મંત્ર ऊं द्रां द्रीं द्रौं स: शुक्राय नम: નો 21 વાર જાપ કરો.
હવે ત્રણ ઈલાયચી પોતાના જમણા હાથ માં મુઠ્ઠી માં રાખી લો અને નવગ્રહ નું ધ્યાન કરતા પોતાની મુશ્કેલી ને દૂર કરવાની પ્રાર્થના કરો.
ત્યારબાદ મુઠ્ઠી ખોલો અને તેને ત્રણ વાર ફૂંક મારો. હવે ઈલાયચી ને એક કટોરી માં રાખીને મુખ્ય દરવાજા પર લઇ જાઓ.
તે કટોરી માં કપૂર પણ રાખો અને તેને સળગાવી દો. જયારે ઈલાયચી સંપૂર્ણ રીતે સળગી જાય તો તેને તુલસી ના છોડ પાસે નાખી દો. તુલસી ના હોય તો નદી માં પ્રવાહિત કરી શકો છો.
0 Comments