Ticker

6/recent/ticker-posts

ટીવી ના આ કલાકારો એ લગ્ન પછી કર્યું હતું ડેબ્યુ, કરિયર પર ના પડવા દીધી કોઈ અસર


એક સમય એવો હતો કે લગ્ન પછી, ગ્લેમર ઉદ્યોગ સાથે સંકળાયેલા કલાકારોની કરિયર સમાપ્ત થઇ જાય છે. સમય બદલાયો, લોકોની વિચારસરણી પણ બદલાઈ ગઈ. આજે એવા ઘણા કલાકારો છે જેમણે લગ્ન પછી ટીવી કે ફિલ્મોમાં પગ મૂક્યો છે. તો આજે અમે તમને ટીવી એક્ટર્સ વિશે જણાવીએ છીએ જેમણે લગ્ન પછી નાના પડદે જ ડેબ્યૂ કર્યું હતું.


ટીવીની ટોચની અભિનેત્રીઓમાંની એક શ્વેતા તિવારીએ નાની ઉંમરે લગ્ન કર્યાં. શ્વેતાએ 1998 માં ટીવી એક્ટર રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2000 માં, તેણે પુત્રી પલકને જન્મ આપ્યો. લગ્નના એક વર્ષ બાદ શ્વેતાએ નાના પડદે પગ મૂક્યો હતો. 2001 માં, બાલાજીની સિરિયલ 'કસૌટી જિંદગી સે' તેમને મોટી ઓળખ મળી. બાદમાં શ્વેતાના રાજા ચૌધરીથી છૂટાછેડા થયા હતા. 2013 માં તેણે અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા. ત્રણ વર્ષ પછી, શ્વેતાએ પુત્ર રેયંશને જન્મ આપ્યો.



અભિનેત્રી પરિધિ શર્માએ 2010 માં સીરીયલ 'તેરે મેરે સપને' થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી, પરિધીએ 'જોધા અકબર' સાથે ધૂમ મચાવી દીધી. ઇન્દોરમાં જન્મેલી અને ઉછરેલી પરીધીએ વર્ષ 2009 માં બિઝનેસમેન તન્મય સક્સેના સાથે અરેન્જ મેરેજ કર્યા હતા.


તનાજ ઇરાની સિરિયલો સાથે અનેક ફિલ્મોમાં પણ જોવા મળી ચુકી છે. 20 વર્ષની ઉંમરે, તાનાઝે ફરીદ કુર્રમ સાથે લગ્ન કરી લીધા, જો કે આ દંપતી લાંબા સમય સુધી સાથે ન રહી શક્યા. બંનેના છૂટાછેડા થઈ ગયા. 2007 માં, તનાઝે અભિનેતા બખ્તિયાર ઇરાની સાથે લગ્ન કર્યા.


ટીવીનો બીજો જાણીતો ચહેરો અભિનેતા હિતેન તેજવાણીએ પણ તેની શરૂઆત પહેલા જ લગ્ન કરી લીધાં હતાં. ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા હિતેને પહેલા લગ્ન કર્યા હતા. તેણે પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ અભિનેત્રી ગૌરી પ્રધાન સાથે લગ્ન કર્યા. હિતેન અને ગૌરીની મુલાકાત સિરિયલ 'કુટુંબ' ના સેટ પર થઈ હતી.


ગૌતમી કપૂર અને રામ કપૂરે સીરીયલ 'ઘર એક મંદિર' દરમિયાન ડેટિંગ શરૂ કરી હતી. 2003 માં, બંનેએ સાત ફેરા લીધા. ગૌતમીના આ બીજા લગ્ન છે. આ પહેલા તેણે ફોટોગ્રાફર મધુર શ્રોફ સાથે લગ્ન કર્યા હતા.

Post a comment

0 Comments