શું તમને ખબર છે, ભારતીય નોટો પર ગાંધીજી ની તસ્વીર ક્યારથી છાપવાની શરુ થઇ હતી?

ભારત ના કેન્દ્રીય બેન્ક 'રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા-RBI' છે. તેના એક રૂપિયાના નોટ ને છોડીને બધાજ મૂલ્ય વર્ગ ની નોટ છાપવાનો અધિકાર છે. RBI એ આરબીઆઇ અધિનિયમ, 1934 ના તહત આ અધિકાર આપવામાં આવ્યો છે જયારે આ અધિનિયમ નું સેક્શન 24(1) તેને એક રૂપિયા ના નોટ ને છાપવાનો અધિકાર આપતું નથી.

મુદ્રા અધ્યાદેશ, 1940 (Currency Ordinance, 1940) ના નિયમાનુસાર એક રૂપિયા ના નોટ ભારત સરકાર દ્વારા, જયારે 2 રૂપિયા થી લઈને 2000 રૂપિયા સુધી કરંસી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જારી/છાપી આવતી હતી. ધ્યાન રહે કે રિઝર્વ બેન્ક 10 હજાર રૂપિયા સુધી ની નોટ છાપી શકે છે. અતઃ ભારત માં એક રૂપિયા ની નોટ ને વિત મંત્રાલય છાપે છે અને તેના પર વિત સચિવ ના હસ્તાક્ષર હોય છે ના કે RBI ગર્વનર ના.

શું તમે જાણો છો કે ભારત ના આઝાદ થયા પછી પણ 2 વર્ષ સુધી બ્રેટન ના રાજા જોર્જ પંચમ ની તસ્વીર વાળી મુદ્રા જ ભારત માં ચલણ માં હતી. આ સમય રૂપિયા ની ગણના 16 આના ના થતી હતી, પરંતુ 1957 પછી આ પ્રણાલી ને બદલી ને દશમલવ પ્રણાલી લાવવા માં આવી અને રૂપિયો 100 પૈસા માં બદલાઈ ગયો. વર્ષ 1949 માં તેમાં રાજા ની તસ્વીર ને બદલવા માં આવી અને નોટ પર અશોક સ્તંભ છાપવામાં આવ્યો.

ચાલો જાણીએ કે નોટ પર ગાંધીજી ની તસ્વીર ક્યારથી છાપવાની શરુ થઇ હતી?

એક RTI ના જવાબ માં કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ કહ્યું હતું, કે નોટ ની જમણી બાજુએ ગાંધીજી ની તસ્વીર ને છાપવાની સિફારિશ 13 જુલાઈ 1995 એ RBI ને કેન્દ્ર સરકાર ને કરી હતી. ત્યાર બાદ આરબીઆઇ એ 1996 માં નોટ માં બદલાવ નો નિર્ણય લીધો અને અશોક સ્તંભ ની જગ્યા એ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજી નો ફોટો વપરાશ કરવામાં આવ્યો. ધ્યાન રહે કે કરેંસી નોટો થી અશોક સ્તંભ ને હટાવવા માં આવ્યો નહિ પરંતુ તેને નોટો ની ડાબી બાજુએ નીચેના ભાગ પર અંકિત કરવામાં આવ્યો.

પરંતુ આ RTI ના જવાબ માં RBI એ તે પણ કહ્યું કે સરકાર એ નોટો પર આ તસ્વીર છાપવાનો નિર્ણય ક્યારે લીધો અને તેને ક્યારે લાગુ કરવામાં આવ્યો અર્થાત કોઈ તારીખ થી મહાત્મા ગાંધી નો ફોટો ભારતીય નોટો પર છાપવાનું કામ શરુ થયું, તેમની જાણકારી તેમની પાસે નથી.

નોટો પર લાગેલી ગાંધીજી તસ્વીર કઈ જગ્યા ની છે?

અહીં પર એ બતાવવું જરૂરી છે કે નોટો પર લાગેલી ગાંધીજી ની તસ્વીર કમ્પ્યુટર થી બનાવવામાં આવી નથી પરંતુ આ ગાંધીજી ની ઓરીજીનલ તસ્વીર છે. આ તસ્વીર કલકતા ના વાઇસરોય હાઉસ માં ખેંચવામાં આવી હતી. વર્ષ 1946 ની આસપાસ (કેબિનેટ મિશન આવવાના સમયે) ગાંધીજી તત્કાલીન બર્મા (હવે મ્યાનમાર) અને ભારત માં બ્રિટિશ સેક્રેટરી ના રૂપ માં તૈનાત ફ્રેડરીક પેથીક લોરેન્સ ની સાથે મુલાકાત કરવા ગયા હતા.

આ તસ્વીર એ સમય ખેંચવામાં આવી હતી. આ તસ્વીર થી ગાંધીજી નો ચેહેરો પોટ્રેટ ના રૂપ માં ભારતીય નોટો પર અંકિત કરવામાં આવ્યો છે, હવે તે ભારતીય કરંસી નો ટ્રેડમાર્ક પણ છે.

તો આ પોસ્ટ ને વાંચ્યા પછી આશા રાખવામાં આવે છે કે ભારત ની કરંસી નોટ્સ પર ગાંધીજી ની તસ્વીર ક્યાંથી લેવામાં આવી છે અને ગાંધીજી ની તસ્વીર લગતા પહેલા ભારત ના નોટ પર કઈ વ્યક્તિ ની તસ્વીર લાગેલી હતી.

Post a comment

0 Comments