90 ના દશક ની આ મશહૂર એક્ટ્રેસ ની દીકરી પણ આવી શકે છે બૉલીવુડ માં

રવિના ટંડન, કરિશ્મા કપૂર, કાજોલ, જુહી ચાવલા, મધુ, આ તે અભિનેત્રીઓ છે જેમણે 90 ના દાયકામાં સિલ્વર સ્ક્રીન પર રાજ કર્યું હતું. જેની સુંદરતાએ લોકોના દિલોમાં ધૂમ મચાવી, અભિનેત્રીએ દર્શકોને દિવાના બનાવ્યા. જો કે, હવે આ તમામ અભિનેત્રીઓ 45 વર્ષની વયને વટાવી ચૂકી છે, અને ટીનેજર દીકરીઓ ની મમ્મી છે. તો આજે અમે તમને બતાવીશું, આ 90 ના દાયકાની ટીનેજર દીકરીઓ જે લાઈમલાઈટથી દૂર રહે છે. પરંતુ સુંદરતામાં તેની માતાનું પ્રતિબિંબ છે.

રવિના ટંડન - 'મસ્ત મસ્ત ગર્લ' તરીકે જાણીતી રવિના ટંડન 1992 માં આવેલી ફિલ્મ 'પત્થર કે ફૂલ' થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. રવીનાને સુંદરતાના કારણે રેવશીંગ રવીનાનું ટેગ પણ મળ્યું હતું. રવિના હવે 45 વર્ષની થઈ ગઈ છે. તેમની પુત્રી રાશા ઠડાની પણ 15 વર્ષની થઇ ચુકી છે. રાશા અને રવીના ક્લોજ઼ ફ્રેન્ડ વાળો બોન્ડ શેયર કરે છે.

પોતાના ઇન્સ્ટાગ્રામ ના એકાઉન્ટ પર રવીના એ રાશા ની સાથે ટિક્ટોક વિડીયો શેયર કર્યો હતો જેમાં રક્ષા ને જોઈને એ કહેવું મુશ્કેલ ન હતું કે રાશા રવીના ની જેમજ સ્ટાઈલિશ છે. રક્ષા ધીરભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ માં અભ્યાસ કરે છે.

કાજોલ- કાજોલ અને તેની પુત્રી ન્યાસા દેવગનની જોડી બોલિવૂડની સૌથી લોકપ્રિય માતા પુત્રી જોડીમાંની એક છે. કાજોલ અને અજય દેવગન તેમના બંને બાળકો ન્યાસા અને યુગને લાઈમલાઈટથી દૂર રાખવા માગે છે. તે જ સમયે, તેઓ તેમના બાળકોને સામાન્ય બાળકોની જેમ મીડિયા ધ્યાનથી દૂર રાખવા માંગે છે. તેમ છતાં, ન્યાસા ઘણીવાર સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે.

ન્યાસા કાજોલ જેવી લાગે છે, તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જોકે ન્યાસાને ક્યારેક ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. ન્યાસા હાલમાં સિંગાપોરમાં અભ્યાસ કરે છે. ન્યાસાનું દિલ પણ બોલીવુડ માટે ધબકે છે. અને બાદમાં તે બોલિવૂડમાં પણ પગ મૂકવા જઈ રહી છે.

કરિશ્મા કપૂર- બોલિવૂડની ક્વીન હિન્દુસ્તાની કરિશ્મા કપૂર પણ તેની મધરહૂડ ને એન્જોય કરી રહી છે, કરિશ્મા બે બાળકોની માતા છે. કરિશ્માની પુત્રી સમાયરાનો જન્મ 2005 માં થયો હતો, જે હાલ 15 વર્ષની છે.

ટીનેજર સમાયરા ઘણીવાર તેની મમ્મી અને ભાઈ કિયાન સાથે જોવા મળે છે. સમાયરા ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ અભ્યાસ કરે છે.

જુહી ચાવલા- જુહી ચાવલા તેની મોહક સ્મિત અને ચુલબલા અંદાજને કારણે 90 ના દાયકામાં લોકપ્રિય બની હતી. જોકે, હવે જુહી ફિલ્મોથી દૂર છે, અને તેનો મોટાભાગનો સમય સામાજિક કાર્યોમાં વિતાવે છે. જુહી બે બાળકોની માતા પણ છે. જુહીની પુત્રી જાહ્નવી અને પુત્ર અર્જુન લંડનમાં અભ્યાસ કરે છે, અને સોશિયલ મીડિયાથી દૂર રહે છે.

જુહીની સુંદર પુત્રી જાહન્વી ને સાદગી પસંદ છે. જાહ્નવી તેની મમ્મીની જેમ અભિનેત્રી બનવા માંગતી નથી, પરંતુ તે લેખક બનવા માંગે છે.

મધુ- મધુએ હિન્દી ફિલ્મોમાં પોતાની કેરિયરની શરૂઆત ફૂલ ઔર કાંટે ફિલ્મ્સથી કરી હતી. મધુએ તેની સુંદરતા અને દમદાર અભિનયથી દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું. મધુ બે પુત્રીની માતા છે. જેનું નામ અમાયરા અને કિયારા છે.

અમાયરા 18 વર્ષની થઇ ચુકી છે અને તેની નાની પુત્રી 16 વર્ષની છે. મધુ ઘણીવાર સોશ્યલ મીડિયા પર પોતાની દીકરીઓની તસવીરો શેર કરતી હોય છે. અમાયરા ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ પણ છે.

Post a comment

0 Comments